Monday, January 13, 2025
Homeવર્લ્ડWORLD: ન્યૂયોર્કમાં ટાઈમ સ્કવેરની બિઝનેસ પાર્કની વોલ પર છવાયુ વિશ્વ ઉમિયાધામ મંદિર-...

WORLD: ન્યૂયોર્કમાં ટાઈમ સ્કવેરની બિઝનેસ પાર્કની વોલ પર છવાયુ વિશ્વ ઉમિયાધામ મંદિર- જુઓ તસવીરો……

- Advertisement -

ન્યૂયોર્કમાં મા ઉમિયાની ગૂંજ જોવા મળી છે. ટાઈમ સ્કવેર પર શનિવારે બપોરે વિશ્વ ઉમિયાધામ મંદિરની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. અયોધ્યાના રામમંદિર બાદ ટાઈમ્સ સ્કવેરના ઈતિહાસમાં બીજીવાર સતત 5 મિનિટ સુધી વિશ્વ ઉમિયાધામની ઝલક ટાઈમ્સ સ્કવેર પર રજૂ કરાઈ હતી.

અમદાવાદના જાસપુર મુકામે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાનુ મંદિર વિશ્વભરમાં છવાયુ છે. ન્યૂયોર્કમાં ટાઈમ સ્કવેર પર રામમંદિર બાદ બીજુ એવુ મંદિર છે જેની સતત 5 મિનિટ સુધી ઝલક રજૂ કરાઈ હતીટાઈમ સ્કવેરની બિઝનેસ પાર્કની દિવાલો પર શનિવારે બપોરે 12.55 કલાકે વિશ્વઉમિયાધામની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતીન્યૂયોર્કમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ આ ઝલક જોઈને ઝુમી ઉઠ્યા હતા અને સનાતન ધર્મ કી જયનો જયઘોષ કર્યો હતો

આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે જણાવ્યુ કે અમેરિકાના વિવિધ 13 સ્ટેટના વધુ NRI ભાઈઓ- બહેનોએ વિશ્વ ઉમિયાધામની પ્રસ્તુતિ લાઈવ ટાઈમ્સ સ્ક્વેર પર નિહાળી છે. સનાતન ધર્મ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી કે સનાતન ધર્મનું કોઈ એક મંદિરની સતત 5 મિનિટ સુધી પ્રસ્તુતિ ટાઈમ્સ સ્ક્વેર પર કરાઈ હોય.અયોધ્યામાં રામ મંદિરની પુન:પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત એવું બન્યું કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મા ઉમિયા માતા મંદિરની પ્રતિકૃતિ ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર પર પ્રસ્તુત થઈ

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular