મહેસાણા : ડસ્ટસ્ટ્રોમના કારણે વિઝિલીબીટી 3 કિમીની થઇ, કલાકે 15 કિમીની ઝડપે પવન ફૂંકાયો

0
12

મહેસાણા. મંગળવારે પ્રતિ કલાકે 15 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. રણપ્રદેશ તરફથી ફૂંકાતા પવનના કારણે ઉત્તર ગુજરાત ડસ્ટસ્ટ્રોમની ચપેટમાં આવ્યું હતું. ધૂળિયા વાતાવરણના કારણે ગરમી 1 ડિગ્રી સુધી ઘટી છતાં 42ને પાર રહી હતી. તો મહેસાણામાં વિઝિલીબીટી 3 કિલોમીટર સુધીની રહી હતી. સામાન્ય દિવસોમાં 10 થી 15 કિમીની હોય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી ઉ.ગુજરાતનું તાપમાન 41 થી 43 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

 

ઉત્તર ગુજરાતનું તાપમાન 

શહેર  તાપમાન ડિગ્રી
મહેસાણા 42.1 (-0.9)
પાટણ  42.3 (-0.7)
ડીસા  42.4 (-0.8)
ઇડર  42.5 (-0.6)
મોડાસા 42.0 (-1.0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here