દિયોદર : કોરોના વિરૂદ્ધ લોકડાઉન દરમિયાન કોમી એકતાના દર્શન

0
2
દિયોદર માં મેમણ મુસ્લિમ સમાજે માનવતા મ્હેંકાવી ગરીબોનાભોજન માટે 44000 હજારનું દાન આપ્યું.
દિયોદર માં કોમી એકતા આઝાદી સમય થી જળવાઈ રહી છે હાલમાં પણ તેના દર્શન થઈ રહ્યા છે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરાના નામ ના રાક્ષસી રોગ એ હચમચાવી રહ્યો છે સંખ્યાબંધ લોકો આ વાયરસ થી હોમાઈ ગયા છે અનેક આઈ સી યુ માં સારવાર હેઠળ છે. તેવા માં ભારત સરકારે   21 દિવસ નાં લોક ડાઉન એટેલ સંપૂર્ણ બંધ ઘરમાં રહો સુરક્ષિત રહો ના સૂત્ર અપનાવવા લોક અનુરોધ કરાયો છે આવા સંકટ સમયે દિયોદર માનવતા ગૃપે જરૂરિયાતમંદ ગરીબ ઝુંપડપટ્ટી માં છાપરા માં રહેતા ગરીબ  વ્યક્તિ ઓ ને રોજ નું કમાઈ ને ખાતા લોકો માં બે ટાઈમ સવાર સાંજ ગરમ ભોજનની વ્યાંવસ્થા કરાઈ છે ત્યારે આ કાર્ય થી પ્રભાવિત થઈ દિયોદર મેમણ મુસ્લિમ સમાજે ચાલતાં સેવા કેમ્પ ની મુલાકાત લઈ ચાર  ટાઈમ એટલે બે દિવસ નો ખર્ચ રૂપિયા 44000 આપી માનવતા મહેંકાવી ઉપરાંત કોમી એકતા ની મશાલ જીવંત  રાખવા  ઉદાહરણ પૂરું પાડ્યું છે..
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here