વિસનગર: વિસનગર તાલુકાના ભાન્ડુ નજીક આવેલી જોઇતીબા નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીના હોસ્ટેલમાં આપઘાત મુદ્દે શુક્રવારે પણ છાત્ર સંગઠનો અને વિદ્યાર્થીઓએ હંગામો મચાવી ધરણાં કર્યાં હતા. જેને પગલે મામલો હાથમાંથી સરકતો જતો જોતાં સંચાલક મંડળે હોસ્ટેલના ઇન્ચાર્જ રેક્ટર શિંદે સલોમી સુનીલને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે હોસ્ટેલમાં મેસ કોન્ટ્રાક્ટ ચલાવતા નાગણેશ્વરી કેટરર્સના નૈનસીંગ રાજપૂતનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો.
મૃતક વિદ્યાર્થિનીના પિતાની પોલીસને અરજી
બીએસસી નર્સિંગનો અભ્યાસ કરતી કોંકણી સંધ્યાબેન ભરતભાઇ નામની વિદ્યાર્થિનીએ ભોજનબિલ માટે કરાતા ટોર્ચરથી કરેલા આપઘાતથી છાત્રોમાં રોષ ફેલાયો હતો. તો વિદ્યાર્થિનીના પિતાએ કોલેજ અને હોસ્ટેલમાંથી ફી માટે હેરાન કરાતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપી હતી.
વિદ્યાર્થી અને સંગઠનોનો હંગામો
શુક્રવારે કોલેજના દરવાજા આગળ છાત્ર સંગઠનો તેમજ વિદ્યાર્થીઓએ હંગામો મચાવી ધરણાં ઉપર બેસી ગયા હતા. આખરે સંચાલક મંડળે વિદ્યાર્થીઓની લેખિતમાં માંગણી સ્વીકારી હતી. જેમાં આંદોલનમાં જોડાયેલા કોઇપણ વિદ્યાર્થી સાથે કોલેજનો કોઇપણ સ્ટાફ ભેદભાવ રાખશે નહીં તેમજ ઇન્ટરનલ યોગ્યતા મુજબ માર્કસ મુકશે, વિદ્યાર્થીઓને કે વાલીને ધાકધમકી આપવામાં આવશે તો પ્રિન્સીપાલ તેમજ ટ્રસ્ટીની સંપૂર્ણ જવાબદારી રહેશે, હોસ્ટેલમાં 1લી તારીખથી નવા રેક્ટરની નિમણૂંક કરવામાં આવશે સહિતની માંગણીઓ સ્વીકારી છે.
Array
વિસનગર : ભાન્ડુ કોલેજની છાત્રાના આપઘાત મુદ્દે રેક્ટર સસ્પેન્ડ, કેન્ટિનનો કોન્ટ્રાક્ટ રદ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -