વિસનગર : 16 વર્ષીય સગીરાનો સ્નાન કરતો વીડિયો બનાવી સગીરે ફરતો કર્યો

0
5

વિસનગર તાલુકાના ગુંજા ગામમાં સ્નાન કરી રહેલી સગીરાનો ગામના જ એક સગીરે વીડિયો બનાવી વોટસઅપ ઉપર ફરતો કરી દેતાં હોબાળો મચી ગયો હતો. સગીરાના પરિવારજનો ઠપકો આપવા જતાં સગીરના પરિવારજનોએ ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સગીરાની માતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગુંજા ગામની 16 વર્ષીય સગીરા તેના ઘરે સ્નાન કરી રહી ત્યારે ગામના જ એક સગીરે તેનો નગ્ન વીડિયો ઉતારી દીધો હતો અને તે વોટસઅપ ઉપર ફરતો કરી દીધો હતો. સોમવારે સગીરાના એક પરિવારજનના મોબાઇલ ઉપર આ વીડિયો આવતાં તેણે સગીરાની માતાને જાણ કરી હતી. જેથી સગીરા, તેની માતા અને દીકરો વોટસઅપ ઉપર વીડિયો ફરતો કરનાર સગીરના ઘરે ઠપકો આપવા ગયા હતા. ત્યારે સગીરના પિતા, ભાઇ અને મામાએ વીડિયો ડિલીટ કરી તેમની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે અંગે સગીરાની માતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં વીડિયો ઉતારનાર સગીર તેમજ પઠાણ ફારૂકખાન, મીરનખાન ફારૂકખાન અને આબીદખાન ફકિરમહંમદ સામે પોક્સો, ધી જુવેનાઇલ અને આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here