વિવો કંપનીનો ‘વિવો S1 પ્રો’ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે

0
127

ગેજેટ ડેસ્કઃ વિવો S1 પ્રોના ગ્લોબલ વેરિઅન્ટને ફિલિપિન્સમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેના ભારતીય વેરિઅન્ટને NFC સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. આ સમાર્ટફોનમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર, 48MPનો પ્રાઈમરી કેમેરા અને 32MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

ફોનની બેક પેનલમાં ડાયમંડ શેપવાળુ કેમેરા સેટએપ આપવામાં આવ્યું છે. ફ્રન્ટ પેનલમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે અને સિક્યોરિટી માટે ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિવો S1 પ્રોને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં ફોનનાં બ્લૂ, બ્લેક અને વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે. ફિલિપાઇન્સમાં ફોનનાં 8GB + 128GB વેરિઅન્ટની કિંમત PHP 15,999 (આશરે 22,500 રૂપિયા) છે.

વિવો S1 પ્રોનાં ગ્લોબલ વેરિઅન્ટનાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોનમાં 6.38 ઇંચની 2340×1080 રિઝોલ્યુશનવાળી સુપર AMOLED ફૂલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • ફોનમાં ડાયમંડશેપમાં 48MP+ 8MP + 2MP + 2MPનું ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામા આવ્યો છે.
  • ફોનમાં 8GBની રેમ અને 128GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
  • ફોનમાં 4500 mAhની બેટરી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here