અપકમિંગ : ભારતમાં ‘Vivo U20’ 22 નવેમ્બરે લોન્ચ થશે, ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ હશે

0
57

ગેજેટ ડેસ્કઃ વિવો કંપની તેની ‘યુ’ સિરીઝનો નવો સ્માર્ટફોન આગામી 22 નવેમ્બરે લોન્ચ કરશે.એમેઝોન પર અપકમિંગ સમાર્ટફોનનું ટીઝર પેજ રજૂ કરવામાં આવ્યું છે. ટીઝર મુજબ ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

  • ટીઝર પેજમાં ફોનની ફ્રન્ટ અને બેક પેનલની ડિઝાઇનને દર્શાવવામાં આવી છે. ફોનની બેક પેનલમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવ્યું છે. સાથે જ સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળશે.
  • અપકમિંગ ફોનની ફ્રન્ટ પેનલમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનાં 6GBની રેમ સુધીનાં વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.
  • અપકમિંગ સ્માર્ટફોનમાં 16MPનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવી શકે છે. સાથે જ ફોનમાં 5000mAhની બેટરી પણ આપવામાં આવી શકે છે. જોકે કંપનીએ ફોનની કિંમત અને અન્ય સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી. ફોનને લગતી તમામ માહિતી લોન્ચિંગ ઇવેન્ટમાં રિલીઝ કરવામાં આવશે.