Monday, October 25, 2021
HomeVMCનું 3554 કરોડનું ડ્રાફ્ટ બજેટ, વિકાસ કામો માટે પાલિકા 100 કરોડના બોન્ડ...
Array

VMCનું 3554 કરોડનું ડ્રાફ્ટ બજેટ, વિકાસ કામો માટે પાલિકા 100 કરોડના બોન્ડ બહાર પાડશે

વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે અજય ભાદુએ આજે મહાનગરપાલિકાનું વર્ષ 2019-20નું 3554.51 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. જેમાં પાયાની સુવિધાઓ પાણી, ડ્રેનેજ, વરસાદી કાંસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. વડોદરા શહેરની આસપાસમાં આવેલા ભરૂચ, આણંદ, પાદરા, સાવલી અને ડભોઇ સહિતના સેન્ટરની કનેક્ટિવિટી માટે રેલવે સાથે મળીને માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટના મુદ્દા

– મહાનગરપાલિકા આવક વધારવા માટે પ્લોટનું વેચાણ કરશે, જેમાંથી 133 કરોડ રૂપિયા મિલકત વેચીને આવક ઉભી કરાશે
– આગામી 4થી 5 વર્ષમાં પાણીનો પ્રોબ્મલ સોલ્વ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં ઓછા પ્રેશરથી અને દુષિત પાણી આવવાની ફરિયાદો મળે છે, જેના માટે નેટવર્ક સુધારવાની કામગીરી કરાશે
– આજવા સરોવરમાં પાણીનો ઘટાડો થાય ત્યારે મહીસાગર નદીમાંથી પાણી આજવાને મળી રહે તેવુ આયોજન કરાશે
– વાસણા અને ભાઇલી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે
– રખડતા ઢોરોના ત્રાસ દૂર કરવા માટે ખંટબા ખાતે 1 હજાર ઢોર રહી શકે તેવા પશુધન કેર સેન્ટરનો પીપીપી ધોરણે શરૂ કરાશે, આ ઉપરાંત ઢોર પાર્ટીના કર્મચારીઓની સંખ્યા વધારાશે
– મહાનગરાલિકાની અગાઉની લોન ભરપાઇ થઇ ગઇ છે. પરંતુ વધુ 300થી 400 કરોડની લોન મંજૂર કરીને રાખવામાં આવશે અને તેનો જરૂર પડ્યે ઉપયોગ કરાશે
– ગુમાસ્તા ધારા માટે એક વર્ષે લાઇસન્સ રિન્યુ કરવાની સિસ્ટમ હતી, જે હવે પાંચ વર્ષ કરવામાં આવશે
– ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અલકાપુરીમાં પીપીપી મોડેલથી મલ્ટી લેવલ પાર્કિગ ઉભુ કરાશે, ત્યારબાદ સમગ્ર શહેરમાં શરૂ કરાશે
– 5 કરોડના ખર્ચે પબ્લિક બાયસિકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાશે
– સ્માર્ટ સિટી અંતર્ગત HMIS અને હેલ્થ કાર્ડ પ્રોજેક્ટ માટે રૂપિયા 20 કરોડના ખર્ચે કાર્યરત થશે

પાલિકાને 30 હજાર ફરિયાદો મળી

વડોદરા મહાનગરપાલિકાને ગયા વર્ષે શહેરમાંથી 30 હજાર ફરિયાદો મળી હતી. જેમાં 60 ટકા વાંધા મિલકતોને લગતી ફરિયાદો હતી. જેમાં સુધારા કરવામાં આવશે. જેનાથી ભ્રષ્ટાચાર ઘટશે. લોકોની મુશ્કેલી ઓછી પડશે. અધિકારીઓની સમયની બચત થશે. કોર્પોરેશનની આવકમાં 3થી 4 કરોડનો વધારો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments