ટેલિકોમ : Vodafone – Ideaએ નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો, તેમાં 56 દિવસ માટે 100GB ડેટા મળશે

0
3

Vi (વોડાફોન-આઈડિયા)એ 351 રૂપિયામાં પોતાનો નવો પ્રીપેડ ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. આ નવા પ્રીપેડ પ્લાનની વેલિડિટી 56 દિવસની રહેશે અને તેમાં 100GB 4G ડેટા મળશે. Viના જણાવ્યા પ્રમાણે, તેને વિદ્યાર્થીઓ, ઘરેથી કામ કરતા કર્મચારીઓ, ગેમર વગેરેને ધ્યાનમાં રાખીને ડેટા પ્લાન લોન્ચ કર્યો છે.

Viના અન્ય ડેટા પ્લાન

355 રૂપિયાનો પ્લાન
આ પ્રીપેડ ડેટા પ્લાનની વેલિડિટી 56 દિવસવી રહેશે અને તેમાં 50GB 4G ડેટા મળશે. આ પેકમાં તમને Zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે.

251 રૂપિયાનો પ્લાન
આ પ્રીપેડ ડેટા પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે અને તેમાં 50GB 4G ડેટા મળશે. તેમાં તમને કોઈ અન્ય સુવિધા નહીં મળે. ​​​​​​​

48 અને 98 રૂપિયાનો પ્લાન
98 રૂપિયાના પ્રીપેડ ડેટા પ્લાનની વેલિડિટી 28 દિવસ સુધી રહેશે અને તેમાં 12GB 4G ડેટા મળશે. તેમજ 48 રૂપિયાના ડેટા પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે અને તેમાં 3GB 4G ડેટા મળશે. ​​​​​​​

16 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 24 કલાક માટે 1GB 4G આપવામાં આવશે. તેમાં પણ તમને કોઈ અન્ય સુવિધા નહીં મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here