Thursday, August 5, 2021
No menu items!
Home15 જાન્યુઆરીથી આ શહેરના વોડાફોન-આઇડિયા યુઝર્સને નહિ મળે 3G સર્વિસ, કંપનીએ કહ્યું-...
Array

15 જાન્યુઆરીથી આ શહેરના વોડાફોન-આઇડિયા યુઝર્સને નહિ મળે 3G સર્વિસ, કંપનીએ કહ્યું- ગ્રાહકો નંબર 4G પર પોર્ટ કરાવે

નવું વર્ષ જિયો યુઝર્સ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની ગુડ ન્યુઝ સાથે શરૂ થયું છે. તો બીજી તરફ વોડાફોન આઈડિયાના યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. વોડાફોન-આઈડિયા (Vi)એ નવાં વર્ષે પોતાની 3G સર્વિસને દિલ્હી શહેરમાં બંધ કરવાની યોજના બનાવી છે. રિપોર્ટ પ્રમાણે, 15 જાન્યુઆરીથી Vi યુઝર્સ માટે દિલ્હીમાં 3G સર્વિસ બંધ થઈ જશે. અર્થાત યુઝરે તેમના સિમને 4G નેટવર્કમાં પોર્ટ કરાવવું પડશે. કંપની તેની માહિતી SMSનાં માધ્યમથી ગ્રાહકોને પહોંચાડી રહી છે.

દિલ્હી સર્કલમાં Viના 1 કરોડ 62 લાખ સબસ્ક્રાઈબર્સ છે. તેમાંથી તમામ 3G યુઝર્સે 15 જાન્યુઆરી સુધી પોતાનું સિમ 4Gમાં પોર્ટ કરાવવું પડશે. તેના માટે કંપની ફ્રી સિમ આપશે. જોકે Viના 2G ગ્રાહકો પર કોઈ અસર નહિ થાય. યુઝર્સ વોઈસ કોલિંગનો લાભ લઈ શકશે પરંતુ જૂના સિમ પર ઈન્ટરનેટ એક્સેસ નહિ મળે.

મુંબઈ, બેંગલોરમાં પહેલાંથી 3G સર્વિસ બંધ છે

વોડાફોન-આઇડિયાએ ગયા વર્ષે બેંગલોર અને મુંબઈ જેવા શહેરોમાં 3G સર્વિસ બંધ કરી હતી. હવે દિલ્હીના ગ્રાહકોને પણ આ સર્વિસનો લાભ નહિ મળે. ગ્રાહકો 4G નેટવર્ક પર તેમનો નંબર પોર્ટ કરાવી શકે છે.

નંબર પોર્ટ કરાવાની પ્રોસેસ

મેસેજ બોક્સમાં PORT લખી સ્પેસ આપી તમારો મોબાઈલ નંબર લખો.

હવે આ મેસેજને 1900 પર સેન્ડ કરો.

તમારી પાસે એક કોડ આવશે જેની મદદથી નંબર પોર્ટ કરવામાં આવશે.

તમે જે પણ ટેલિકોમ કંપનીનું 4G સિમ લઈ રહ્યા હો તેને આ કોડ જણાવો.

ત્યાંથી તમને નવું સિમ મળશે, જેની સર્વિસ 7 દિવસમાં ચાલુ થઈ જશે.

જિયોએ લોકલ અનલિમિટેડ કોલિંગ શરૂ કર્યું

રિલાયન્સ જિયોના યુઝર્સ માટે નવાં વર્ષની શરૂઆત સારી રહી છે. 1 જાન્યુઆરીથી જિયો ટુ જિયો સિવાય અન્ય નેટવર્ક પર અને ઓફ નેટ ફ્રી અનલમિટેડ કોલિંગ શરૂ થઈ છે. દેશભરના કોઈ પણ નેટવર્ક અને જગ્યાના યુઝર્સ આ ફ્રી કોલિંગનો ફાયદો ઉઠાવી શકે છે. અર્થાત હવે IUC (ઈન્ટનેટ યુસેઝ ચાર્જિસ) નહિ લાગે. પહેલાં કંપની અન્ય નેટવર્ક માટે લિમિટેડ FUP (ફેર યુસેઝ પોલિસી) મિનિટ આપતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments