ન્યૂ લોન્ચ : ફોક્સવેગને પહેલી ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરી, સિંગલ ચાર્જમાં 600 કિમી સુધીનું અંતર કાપશે

0
5

દિલ્હી. ફોક્સવેગને તેની ફર્સ્ટ ઇલેક્ટ્રિક ID Concept Roomzzનું પ્રોડક્શન વર્ઝન લોન્ચ કરી દીધું છે. આ 7 સીટર SUVને ID.6 કહેવામાં આવે છે. આ કારને કંપનીએ એક લોકલ કંપની SAIC સાથે મળીને ચીનમાં તૈયાર કરી છે. રિપોર્ટ અનુસાર, આ માર્કેટમાં સૌથી મોટી ઇલેક્ટ્રિક SUV ગણાશે. આ કારની લંબાઈ 4,915mm, પહોળાઈ 1,890mm અને ઉંચાઈ 1,760mm છે.

કારમાં બે એન્જિન

ID ઇલેક્ટ્રિક ID.6ને ID.3થી ઉપર સ્લોટમાં મૂકવામાં આવશે. આ ઇલેક્ટ્રિક SUV મિડ સાઇઝ SUV છે. આ કારમાં બે એન્જિન આપવામાં આવ્યાં છે, જેમાં પહેલું XL ફ્રંટ XL પર કામ કરે છે અને તે 101hp પાવર અને 140Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે રિઅર XL પર તેને વધારે પાવરફુલ એન્જિન મળે છે, જે 201hp પાવર અને 309Nm ટોર્ક જનરેટ કરે છે. એટલે કે, તેમાં કુલ પાવર 302hp અને 449Nm ટોર્ક છે. આ કાર 6.6 સેકંડમાં સ્ટેન્ડસ્ટિકથી કલાક દીઠ 100 કિમીની ઝડપ પકડવામાં સક્ષમ છે. તેમજ, આ કારની ટોપ સ્પીડ કલાક દીઠ 180 કિમી છે.

ડ્રાઇવિંગ રેન્જ 600 કિમી

રિપોર્ટ્સ અનુસાર, આ ઇલેક્ટ્રિક SUV બે બેટરી ઓપ્શન 77kWh અને 111kWh સાથે અવેલેબલ થશે. તેમજ, આ સિંગલ ચાર્ડ પર 450 કિમીથી 600 કિમી સુધી ચાલવામાં સક્ષમ હશે. તેમજ, આ કારને ચીન માર્કેટમાં વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here