Monday, October 25, 2021
HomeVolkswagen T Roc 18 માર્ચે થશે ભારતમાં લોન્ચ, જાણો શું છે ખાસ
Array

Volkswagen T Roc 18 માર્ચે થશે ભારતમાં લોન્ચ, જાણો શું છે ખાસ

Volkswagenની ચર્ચિત SUV T Rocની લોન્ચ તારીખ આવી ગઈ છે. આ કોમ્પેક્ટ SUV 18 માર્ચના રોજ ભારતીય બજારમાં લોન્ચ થશે. Volkswagen T Roc ને હાલમાં જ દિલ્હીના ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. આ કાર માત્ર પેટ્રોલ એન્જિનમાં આવશે. આ કારની માર્કેટમાં જીપ કંપાસ અને હ્યૂંદૈ ટૂસૉન જેવી SUV કારો સાથે ટક્કર થશે.

એન્જિનઃ

Volkswagen T Roc માત્ર પેટ્રોલ એન્જિન ઓટોમેટિક ગિયરબોક્સમાં આવશે. જેમાં 1.5 લીટર TSI એન્જિન મળશે, જે 148 bhpનો પાવર અને 240 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે જ 7-સ્પીડ DSG ઓટોમેટિક ટ્રાંસમિશન સ્ટેન્ડર્ડ મળશે.

બોલ્ડ અને સ્ટાઈલિસ્ટ લુકઃ

Volkswagen T Roc બોલ્ડ અને સ્ટાઈલિસ્ટ છે. કંપની આ કારને યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લાવી રહી છે. ભારતીય માર્કેટમાં માત્ર એક મોડલ સાથે કાર લોન્ચ થઈ શકે છે. આ કારમાં LED હેડલેમ્પ અને DRL, ડ્યૂઅલ ટોન અલૉય વ્હીલ, LED ટેલ લેમ્પ અને રૂફ રેલ્સ પણ મળશે.

ઈન્ટીરિયર અને ફીચર્સઃ

Volkswagen T Rocનું કેબિન પ્રીમિયમ છે. જેમાં ફ્લેટ બોટમ સ્ટીયરિંગ વ્હીલ, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોની સાથે મોટું ટચસ્ક્રીન ઈન્ફોનટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ક્લસ્ટર, 2 ઝોન ક્લાઈમેટ કન્ટ્રોલ, લેધર સીટ્સ, પેનારોમિક સનરુફ જેવા ફીચર્સ મળશે. સેફ્ટી માટે SUVમાં 6 એરબેગ્સ, EBDની સાથે ABS, સ્ટેબિલિટી કન્ટ્રોલ, પાર્ક ડિસેન્ટ કન્ટ્રોલ, રિયર પાર્કિંગ કેમેરો અને સીટ બેલ્ટ રિમાઈન્ડર જેવા ફીચર્સ મળશે.

6 માર્ચે લોન્ચ થશે ટિગુઆન ઓલસ્પેસઃ

ઈન્ડિયા 2.0 પ્રોજેક્ટ હેઠળ Volkswagen ભારતીય બજારમાં નવી કાર લાવવાની તૈયારીમાં છે. જેની શરૂઆત 6 માર્ચના રોજ ટિગુઆન ઓલસ્પેસ લોન્ચિંગ સાથે થશે. ત્યાર બાદ ટી-રૉક લોન્ચ કરવામાં આવશે. આ બંને SUVની બુકિંગ શરૂ થઈ ગઈ છે. તેના સિવાય આ વર્ષના અંતમાં કંપની કોમ્પેક્ટ SUV ટિગુઆનને પણ ભારતીય બજારમાં લોન્ચ કરશે. જે હ્યૂંદૈ ક્રેટા, એમજી હેક્ટર અને કિઆ સેલ્ટોસ જેવી કારોને ટક્કર આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments