Friday, August 12, 2022
Homeપ્રાંતિજ : બજારના સમયમાં સ્વૈચ્છિક ફેરફાર, કોરોનાના વધતા જતાં કેસોને લઈને વેપારીઓએ...
Array

પ્રાંતિજ : બજારના સમયમાં સ્વૈચ્છિક ફેરફાર, કોરોનાના વધતા જતાં કેસોને લઈને વેપારીઓએ કર્યો નિર્ણય

- Advertisement -

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના વધતા જતા કેસોને લઈને પ્રાંતિજના વિવિધ  એસોસિયેશનના વેપારીઓની મીટીંગ બંસીધર ખાતે મળી હતી જેમાં  દુકાનો ખોલવા બંધ કરવાના સમયમાં  ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સવારના ૭ થી બપોરના ૨ વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો હતો.

 

 

કોરોનાની મહામારીને લઈને દિવસેને દિવસે જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં વધતા જતાં કેસોને લઈને આજે પ્રાંતિજ બજાર ચોક હઠીલા હનુમાન મંદિર પાસે આવેલ બંસીધર અશોકભાઈ ભાવસારની દુકાન ખાતે નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલની અધ્યક્ષતામા પ્રાંતિજના દરેક એસોસિયેશનના  વેપારીઓની એક મીટીંગ યોજાઈ હતી. જેમાં પ્રાંતિજના વેપારીઓ દ્વારા પ્રાંતિજમાં કોરોનાના વધતા જતાં કેસોને લઈને સ્વૈચ્છિક રીતે સમયમાં ફેરફાર કર્યો હતો.સવારના ૭ થી બપોરના ૨ વાગ્યા સુધીનો ટાઇમ તા.૧૪|૭|૨૦૨૦ થી ૨૫|૭|૨૦૨૦ ફ્રીકસ કરવામાં આવ્યો હતો જેને લઈને પ્રાંતિજ ખાતે ધંધા રોજગાર કરતા વિવિધ એસોસિયેશનના પ્રમુખો તથા જવાબદાર વેપારીઓએ પણ ઉપસ્થિત રહીને  સ્વૈચ્છિક સંમતી દર્શાવી હતી.

વિવિધ એસોસિયેશનના પ્રમુખો મંડળના સભ્યો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તો આ અંગે દુકાનો બંધ  રાખવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ તો વેપારીઓ આ સ્વૈચ્છિક નિર્ણયને વેપારીઓનું સમર્થન મળ્યું છે તેથી  યોગ્ય નિર્ણય છે જેનાથી પ્રાંતિજ સહિત તાલુકામાં  સંક્રમણનું પ્રમાણ ગણું ધટશે કે કેમ એતો હવે આવનારો સમય જ બતાવશે.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular