સુરત : રાંદેર-અડાજણની દુકાનો સ્વયંભૂ બંધ, હીરા અને ટેક્સટાઈલ માર્કેટમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન

0
8

સુરત. કોરોનાના સંક્રમણ વધતાં વેપાર ધંધા સ્વૈચ્છિક રીતે બંધ થવા લાગ્યા છે.તંત્ર દ્વારા કોઈ જ જાહેરાત ન કરાઈ હોવા છતાં હીરા બજાર અને કાપડની માર્કેટ 19મી સુધી સ્વૈચ્છિક રીતે બંધ થઈ રહ્યાં છે. રાંદેર અને અડાજણ વિસ્તારમાં વેપારીઓ દ્વારા દુકાનો સ્વંયભૂ રીતે બંધ કરી દેવામાં આવી છે.રિંગ રોડ પર આવેલી પ્રાઈમ માર્કેટ સહિતની માર્કેટ સ્વૈચ્છિક રીતે બંધ થઈ છે. વરાછાની ચોકસી બજાર-મિની બજાર પણ બંધ છે ત્યારે કોરોનાને ડામવા માટે વેપારીઓ દ્વારા સ્વયંશિસ્ત દાખવવામાં આવી રહી છે.

બંધથી કોરોનાને હરાવી શકાય-તબીબ

ડો. તેજસ અફીણવાળાએ જણાવ્યું છે કે, કોરોનાને હરાવવા માટે થઈ રહેલા શહેરીજનોના પ્રયાસથી સંક્રમણ કાબૂમાં આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.હાલના સમયમાં ઉદ્યોગ ધંધા બંધ રાખીને કોરોના સંક્રમણ નાબૂદ થાય પછી ફરીથી શરૂ કરી શકાય છે. હાલ લોકોની તંદુરસ્તીને સાચવવી વધારે અગત્યની છે. આવનારા દિવસોમાં સ્થિતિ ખરાબ ન થાય તે માટે આ પ્રયાસો ખૂબ જ સરાહનીય છે.

પાલિકાની અપીલ

શહેરમાં આગામી સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવા માટે દુકાનદારોને અપીલ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી મેયર નિરવ શાહે વીડિયો મારફતે અપીલ કરી છે. જ્યારે પાલિકા દ્વારા લાઉડ સ્પીકરમાં બોલીને સાત દિવસ દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. પાંડેસરા વિસ્તારમાં દુકાનદારોમાં આ અપીલનો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here