Sunday, September 19, 2021
Homeજૂનાગઢ : કેશોદ તાલુકા ના શેરગઢ ગામે સ્વૈચ્છિક આંશિક લોકડાઉન : માળિયા...
Array

જૂનાગઢ : કેશોદ તાલુકા ના શેરગઢ ગામે સ્વૈચ્છિક આંશિક લોકડાઉન : માળિયા હાટીનાના જુથળ ગામ ૩ દિવસ જડબે સલાક બંધ.

હાલની કોરોનાની મહામારીના સમયમાં કેશોદ તાલુકાના શેરગઢ ગામે વેપારી મંડળ તેમજ ગામના આગેવાનો એ સાથે મળીને 10-04-21 થી શેરગઢ ગામ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં દુકાનનો સમય સવારના 7 વાગ્યા થી માંડી 10 વાગ્યા સુધી રહેશે તેમજ બપોર પછી 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી રહેશે તેવી ગામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમજ જુથળ ગામમા કોરોના કેસ વધતા જુથળ ગામ સતત 3 દીવસ જળબે સલાખ બંધ રાખવામાં આવશે. રવિવાર ,સોમવાર, મંગળવાર તથા શુક્રવાર અને શનિવાર એ 2 દિવસ ઘર વપરાશ ચીજ વસ્તુ જેવી કે કરિયાણું તેમજ શાકભાજી જોઈતા પ્રમાણે લઈ લેવી. પછી બુધવારથી રોજ સવારે 7 થી 11 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે. તેવું ગ્રામ પંચાયત સરપચ જૂથલ વતી જણાવવામાં આવ્યું છે.

 

રિપોર્ટર : અનિરુદ્ધસિંહ બાબરીયા, CN24NEWS, કેશોદ, જૂનાગઢ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments