Monday, October 18, 2021
Homeગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો
Array

ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો

સરદાર સરોવર ખાતેના પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની બસ સેવા શરૂ કરવાની લોકોમાં માંગણી ઉઠી હતી. આથી એસ ટી નિગમ દ્વારા ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વોલ્વો બસ દિવસમાં બે વખત ડેપોમાંથી ઉપડશે.

વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતીઓનો ધસારો વધી રહ્યો છે. હાલમાં કોરોનાની મહામારી પણ લોકો મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ડાયરેક્ટ બસની સુવિધા નહી હોવાથી બરોડાથી અન્ય બસ બદલવી પડતી હતી. આથી ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનીટીની ડાયરેક્ટ બસ સેવા શરૂ કરવા લોકોમાં માંગ ઉઠી હતી. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દિવાળી વેકેશનને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જનાર લોકોનો ધસારો વધી રહ્યો છે. ત્યારે શરૂ કરેલી વોલ્વો બસ મુલાકાતીઓ માટે લાભદાયક પુરવાર થશે તેમ મુસાફરોએ જણાવ્યું છે.

ગાંધીનગર એસ ટી ડેપોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે સવારે 5-30 કલાક અને 6-30 કલાક એમ બે વખત વોલ્વો બસ ઉપડશે. જે બસો સવારે 10-30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી જશે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વોલ્વો બસ પરત ગાંધીનગર સવારે 11-30 કલાકે આવી જશે. ઉપરાંત એક વોલ્વો બસ સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ ફરવા લાયક સ્થળો ફરી લાઇટ શો નિહાળીને મુલાકાતીઓ પરત ગાંધીનગર આવી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રાત્રે 8 કલાકે વોલ્વો બસ ઉપડશે જે રાત્રે 1 કલાકે ગાંધીનગર પરત આવશે. વોલ્વો બસ વાયા અમદાવાદ, વડોદરા, ડભોઇ, તિલકવાડા, દેવાળીયા, કેવડિયા કોલોનો થઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે તેમ ડેપો મેનેજર કિર્તન પટેલે જણાવ્યું છે. નોંધનીય છે કે, આ અગાઉ ે રાજ્યના પાટનગર ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ડાયરેક્ટ બસની સુવિધા નહી હોવાથી બરોડાથી અન્ય બસ બદલવી પડતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments