Saturday, February 15, 2025
HomeવડોદરાVADODRA : વોલ્વો બસ પ્રયાગરાજ માટે આજથી શરૂ

VADODRA : વોલ્વો બસ પ્રયાગરાજ માટે આજથી શરૂ

- Advertisement -

પ્રયાગરાજ ખાતે 144 વર્ષ બાદ આવેલા મહાકુંભનો લાભ લેવા વડોદરાથી એસટી વિભાગની વોલ્વો બસમાં 39 મુસાફરો આજે વહેલી સવારે પ્રસ્થાન થયા છે. આ તમામ ભાવિક ભક્તો ચોથા દિવસે વડોદરા પરત આવશે.

જોકે રાજ્યમાંથી તમામ ભાવિક ભક્તોને પ્રયાગરાજના કુંભમેળાનો લાભ મળે એ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે સતત પ્રયત્નો કર્યા હતા. સૌ પ્રથમ અમદાવાદ, સુરત બાદ વડોદરા ખાતે પણ પ્રયાગરાજ જવાની ભક્તો માટે વ્યવસ્થા કરી છે. આજે વહેલી સવારે એસટીની વોલ્વો બસ દ્વારા 39 ભક્તજનો રવાના થયા હતા. એસટી વિભાગની વોલ્વો બસ રોજ સવારે છ વાગ્યે વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપો એથી ઉપડશે. પ્રયાગરાજ પહોંચતા સુધીમાં એક રાત શિવપુરી ખાતે રોકાણ કરાશે અને ત્યાંથી પ્રયાગરાજ કુંભ સ્નાન બાદ ચોથા દિવસે વોલ્વો બસ ભક્તજનોને લઈને પરત વડોદરા આવશે. આ અંગેની રહેવા ખાવા પીવા જમવાની તમામ સગવડ એસ.ટી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવશે. રાજ્યની ધર્મપ્રેમી જનતાને કુંભ સ્નાનનો લાભ મળે એ અંગે એસટી વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આજે વહેલી સવારે વોલ્વો બસ 39 ભક્તજનો સાથે પ્રયાગરાજ જવા પ્રસ્થાન થઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular