વોલ્વો XC90 SUVનું 3 સીટર મોડલ લોન્ચ થયું, કિંમત 1.42 કરોડ રૂપિયા

0
39

ઓટો ડેસ્કઃ વોલ્વોએ ભારતમાં તેની ફ્લેગશિપ એસયુવી XC90નું નવું ટોપ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. XC90 Excellence Lounge Console નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવેલ આ વેરિઅન્ટની કિંમત 1.42 કરોડ રૂપિયા છે. વોલ્વોની આ શાનદાર એસયુવી 3 સીટર છે. કંપનીનું કહેવું છે કે આ કાર મર્યાદિત સંખ્યામાં વેચવામાં આવશે. નવી વોલ્વો XC90નું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વોલ્વો XC90ના આ નવાં વેરિઅન્ટમાં યૂનિક 3 સીટર લેઆઉટ આપવામાં આવ્યું છે. તેની કારના આગળના ભાગમાં આવતી કો-ડ્રાઇવર સીટ હટાવીને તેની જગ્યાએ મલ્ટિ-ફંક્શન મોડ્યુલ આપવામાં આવ્યું છે. તેને 17 ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, ટેબલ, ફૂટ રેસ્ટ અને સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

એસયુવીની અંદર બીજી લાઇનમાં બે અલ-અલગ કેપ્ટન સીટ્સ આપવામાં આવી છે. આ બંને સીટ્સને ફોલ્ડ કરી શકાય છે. આ ઉપરાંત, આ શાનદાર એસયુવીમાં બોટલ અને ગ્લાસ હોલ્ડર સાથે રેફ્રિજરેટર, હીટેડ/કૂલ્ડ કપ હોલ્ડર અને હેન્ડમેડ ક્રિસ્ટલ ગ્લાસ જેવી સુવિધાઓ છે. વોલ્વો XC90ના આ નવાં વેરિઅન્ટમાં લેધર સીટ્સ, 20 સ્પીકર, સારી સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે.

એન્જિન
આ લક્ઝુરિયસ એસયુવીમાં 2.0 લિટર, 4 સિલિન્ડર, ટર્બોચાર્જ્સ અને સુપરચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનને એક ઈલેક્ટ્રિક મોટર સાથે જોડવામાં આવ્યું છે. એન્જિનનો કુલ પાવર આઉટપુટ 401bhp અને ટોર્ક 640 Nm છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here