નવા સીમાંકનના કારણે બૂથ બદલાઈ જતાં મતદારોને મત કરવા માટેનું બૂથ શોધવા કવાયત કરવી પડી, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે 30 મિનિટ હેરાન થયા

0
7

નયન મોંગિયાના પુત્રનું નામ યાદીમાંથી ગાયબ

પાલિકાની ચૂંટણીના મતદાનમાં અનેક મતદારો અવ્યવસ્થાનો ભોગ બન્યા હતા. જેમાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિતના મતદારો પણ હેરાન-પરેશાન થઇ ગયા હતા. આ વખતે કોરોના સંક્રમણના કારણે ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને સ્લિપો પહોંચાડાઈ નહોતી. ઉપરાંત નવા સીમાંકનના કારણે બૂથ બદલાઈ જતાં મતદારોને મત કરવા માટેનું બૂથ શોધવા કવાયત કરવી પડી હતી. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે બપોરે 12-30 વાગે મતદાન માટે ઉત્કર્ષ વિદ્યાલય પહોંચ્યા ત્યારે ચૂંટણી કર્મચારીએ કહ્યું હતું કે, તમારું બૂથ પેલી બાજૂની લોબીમાં છે પણ ત્યાં પણ તેમનું નામ ન હતું. આ પછી 4 સ્કૂલોમાં તપાસ કરીને તેમનું બૂથ ઉત્કર્ષ ગુજરાતી વિદ્યાલયમાં મળ્યું હતું. જેના કારણે મોરેનો 30 મિનિટ જેટલો સમય બગડ્યો હતો.

કિરણ મોરેએ જણાવ્યું હતું કે, બૂથ દર્શાવતાં બોર્ડ મોટાં લગાવવાં જોઈએ, જેથી મતદારોની સીધી નજર બોર્ડ પર પડે અને તેમનો સમય ન બગડે. બીજી તરફ પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા પાલિકાની કચેરીએ મત આપવા ગયા ત્યારે પતિ-પત્નીનું નામ મતદાર યાદીમાં હતું, પણ પુત્ર મોહિતનું નામ મતદાર યાદીમાંથી ગાયબ હતું. જેના કારણે નયન મોંગિયાને આશ્ચર્ચ થયું હતું. મોહિત મોંગિયાનું નામ શોધવા માટે ચૂંટણી કર્મચારીઓએ પ્રયાસ આદર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here