દહેગામ તાલુકાના બહિયલ મતવિસ્તારના જિલ્લા સીટના કોંગ્રેસના ઉમેદવારને તેમના મત વિસ્તારમાં પ્રચાર ચાલુ કરતાં મતદારોનો આવકાર

0
38

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ જિલ્લા સીટના મતવિસ્તારના કોંગ્રેસના મહિલા ઉમેદવાર નામે સુનિતાબેન મહેશ કુમાર સોલંકી મુળગામ ડેમાલીયા ગામડા વતની છે અને તેમના સસરા વિક્રમસિંહ સોલંકી પૂર્વ જિલ્લા સદસ્ય તરીકે રહી ચૂકેલા છે.

તેમના મત વિસ્તારમાં પ્રજાકીય પ્રશ્નોની સારી વાચા આપી હોવાથી કોંગ્રેસ પક્ષ તરફથી તેમના કામોની સરાહના કરીને ફરી તેમના જ ઘરમાં જિલ્લા સીટની ટિકીટ ફાળવતાં ઉમેદવાર અને તેમના કાર્યકર્તાઓ જોશ અને જુસ્સાથી તેમના મત વિસ્તારમાં પ્રચાર કરીને જંષગી બહુમતીથી તેમનો વિજય થાય તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે. મતદારોમાં પણ એમને સારો પ્રભાવ પડતો હોવાથી ઠેરઠેર તેમને આવકાર મળી રહ્યો છે.

આમ તાલુકા સદસ્ય તરીકે ઉમેદવારી નોંધાવતા રમેશભાઈ ગોતાભાઈ તેમની સાથે પ્રચારમાં રહેતા આ બંને ઉમેદવારો પ્રજાકીય પ્રશ્નોને વાચા આપીને મતદારોને મનાવી રહ્યા છે. બહિયલ ચામલા ડેમાલીયા પલ્લાના મઠ, કમીજ, કનીપુર, કોદરાલી, હીલોલ જેવા ગામોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પ્રચાર ચાલુ કરી દેતા ‘સૌના સાથ અને સૌના સહકાર’થી તેઓ તેમના મત વિસ્તારમાં ભારે લોકચાહના પ્રાપ્ત કરી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24newsહરસોલી, દહેગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here