સુરત-તાપી જિલ્લામાં મતદાન શરૂ, મતદાન મથકો પર લાંબી લાઈનો, કેબિનેટ મંત્રી-સાંસદે મતદાન કર્યું

0
5

સુરત જિલ્લામાં 4 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત અને 176 તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનની શરૂઆત થઈ છે. આ સાથે તાપીમાં 1 નગરપાલિકા, જિલ્લા પંચાયતમાં 26 બેઠકો અને સાત તાલુકા પંચાયતમાં 124 બેઠકો માટે પણ મતદાન શરૂ થયું છે. સવારે 7થી જિલ્લાના મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો છે. તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. સુરત અને તાપીના કુલ 16.56 લાખ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ત્યારે સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર લાંબી લાઈનો લગાવી દીધી છે. દરમિયાન બાબેન ખાતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે અને સઠવાવ ગામ ખાતે સાંસદ પ્રભુ વસાવાએ મતદાન કર્યું હતું.

નગરપાલિકામાં એક મતદાન મથક દીઠ સરેરાશ 971 મતદારો નોંધાયા

બારડોલી, તરસાડી, કડોદરા અને માંડવી નગરપાલિકાની સરકાર નક્કી કરવા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. બારડોલી પાલિકાની 9 વોર્ડની 36 બેઠક, કડોદરા નગરપાલિકાની 7 વોર્ડની 28, માંડવી પાલિકાની 6 વોર્ડની 24 અને તરસાડી પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો મળી કુલ 116 બેઠકોની ચૂંટણીમાં 1,01,916 મતદારો મતદાન કરશે. એક મતદાન મથક દીઠ સરેરાશ 971 મતદારો નોંધાયા છે.4 પાલિકાની ચૂંટણીની કામગીરી માટે 105 મતદાન મથકોમાં 105 પ્રિસાઈડિંગ ઓફિસરો, 13 રિઝર્વ પ્રિ. ઓફિસરો, 105 આસિ.પ્રિ. અને 13 રિઝર્વ આસિ. પ્રિ. ઓફિસરો, 220 પોલિંગ ઓફિસરો, 77 રિઝર્વ પોલિંગ ઓફિસરો ફરજ બજાવશે.

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે મતદાન કરી લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી.

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે મતદાન કરી લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી.

જિલ્લા અને તાલુકામાં 1157 મતદાન મથક

સુરત જિલ્લાના 9 તાલુકામાં ચોર્યાસી તાલુકાની 14 બેઠક પર 59 બુથ પર 154 ઇવીએમ, ઓલપાડ તાલુકાની 19 બેઠક પર 163 બુથ પર 418 ઇવીએમ, કામરેજની 20 બેઠક માટે 147 બુથ પર 346 ઇવીએમ, પલસાણાની 18 બેઠક માટે 96 બુથ પર 234 ઇવીએમ, બારડોલીની 21 બેઠક પર 140 બુથ માટે 335 ઇવીએમ, મહુવાની 20 બેઠક માટે 134 બુથ પર 334 ઇવીએમ, માંડવીની 24 બેઠક માટે 179 બુથ પર 420 ઇવીએમ, માંગરોળની 24 બેઠક માટે 161 બુથ પર 382 ઇવીએમ અને ઉમરપાડાની 16 બેઠક પર 78 બુથ પર 192 ઇવીએમની સુવિધા કરવામાં આવી છે. મતગણતરી 2જી માર્ચના રોજ થશે.

માંડવીમાં પરિવાર સાથે મતદારો મતદાન કરવા પહોંચ્યા.

માંડવીમાં પરિવાર સાથે મતદારો મતદાન કરવા પહોંચ્યા.

મતદારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે એક-એક મત આપવાનો રહશે

મતદારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે એક-એક મળી કુલ બે મત આપવાના રહેશે. જે માટે મતદાન મથક પર બે ઇવીએમ મૂકાશે. જેમાં એક ઇવીએમ જિલ્લા પંચાયત અને એક મશીન તાલુકા પંચાયત માટેનું રહેશે.

મતદાન કરવા મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી.

મતદાન કરવા મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી.

જિ. પંચાયતમાં 2 અને તાલુકા પંચાયતમાં આઠ બિનહરિફ

કુલ 36 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરિફ રહ્યા છે. જેથી 34 બેઠકો પર મતદાન થશે. તાલુકા પંચાયતની 184 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર કરાઈ છે. જેથી 176 બેઠકો પર મતદાન યોજાયું છે.

લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તાપી જિલ્લાના 5,75,861 મતદારો નિર્ણય કરશે

તાપી જિલ્લામાં આજે તાપી જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. તાપી જિલ્લા પંચાયતમાં 26 બેઠકો છે જ્યારે સાત તાલુકા પંચાયતમાં 124 બેઠકો છે. જે તમામ બેઠકોનું ભાવિ તાપી જિલ્લાના 5,75,861 મતદારો નિર્ણય કરશે. તાપી જિલ્લા પંચાયતની આગામી પ્રમુખ તરીકે સામાન્ય આદિવાસી બેઠક છે. જ્યારે વ્યારા નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત માટે પ્રમુખની બેઠકમાં આદિવાસી સ્ત્રી અને ડોલવણ સોનગઢ ઉચ્છલ અને વાલોડ તાલુકા માટે આદિવાસી પુરુષ પ્રમુખ ઉભા રહી શકશે.

મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

કુલ 321 ઉમેદવારોએ દાવેદારી કરી

તાપી જિલ્લા પંચાયતનો કબજો પહેલાથી કોંગ્રેસ પાસે છે. હાલ તાપી જિલ્લા પંચાયત પર કબજો મેળવવા ભાજપે એડીચોટીનું જોર લગાવી રહી છે. તાપી જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો છે. જે માટે 78 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. સાત તાલુકા પંચાયતમાં વ્યારાની 20, વાલોડ 16, ઉચ્છલ 16, નિઝર 16, સોનગઢ 24, કુકુરમુન્ડા 16, ડોલવણ 16 મળી કુલ 124 બેઠકો માટે કુલ 321 ઉમેદવારોએ દાવેદારી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here