રાજ્યસભાની 4 સીટો માટે ગુજરાતમાં આજે મતદાન, BJP-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ

0
6

ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે.

રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી ચાર બેઠકો માટેની ચૂંટણી આજે (શુક્રવારે) યોજાશે. ભાજપે આ ચૂંટણીમાં ત્રણ જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. આજે ગાંધીનગરમાં સવારથી યોજાનારી ચૂંટણીમાં રાજ્યના 172 ધારાસભ્યો મતદાન કરશે અને સાંજે પરિણામ આવશે.

  • નરહરિ અમીન અને ભરતસિંહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
  • રાજ્યના 172 ધારાસભ્યો મતદાન કરશે અને સાંજે પરિણામ
  • ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં

ભાજપ અને કોગ્રેંસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દીધો છે. જો કે ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હીપ આપ્યો હોવા છતા ૮ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યુ હતુ. આ વખતે પણ બન્ને પક્ષને ક્રોસ વોટીંગનો ભય સતાવી રહ્યો છે.

અભય ભારદ્રાજ ભાજપ

રમિલાબહેન બારા ભાજપ

નરહરિ અમીન ભાજપ

શક્તિસિંહ ગોહિલ કોંગ્રસ

ભરતસિંહ સોલંકી કોંગ્રેસ

કોંગ્રેસમાંથી તાજેતરમાં જ કુલ ૮ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જશે એવુ મનાઈ છે. જ્યારે કોંગ્રેસે પણ વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે ધારાસભ્યોને  રીસોર્ટમાં રાખ્યાં હતા.

ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. આ રીતે જોઇએ તો આ જંગમાં પ્રતિષ્ઠાનો દાવ મૂળે કોંગ્રેસી નેતાઓ વચ્ચે જ ખેલાશે.

સવારે 9થી સાંજના 4 સુધી મતદાન

રાજ્યસભાની ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોથા માટે મતદાન અને મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન મથકની બહાર રાજ્ય સભાના પાસે ઉમેદવારોના ફોટા સાથેની માહિતી પણ લખવામાં આવ્યા છે. તો સાથે જ ભાજપ અને કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા છે. મતદાન મથકની બહાર આપવામાં આવેલા ક્રમાંકમાં પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર છે. આ ક્રમાંકની આધારે બાકીના મેન્ડેટ પ્રમાણે ધારાસભ્યો મતદાન કરશે.