કોરોના : વિશ્વમાં 1.23 કરોડ કેસ : સિંગાપોરમાં કોરોના દરમિયાન સામાન્ય ચૂંટણી માટે વોટિંગ થયું, હોંગકોંગમાં બધી સ્કૂલ બંધ કરવામા આવી,

0
0

વોશિન્ગટન. વિશ્વમાં કોરોનાવાયરસથી અત્યારસુધી 1 કરોડ 23 લાખ 86 હજાર 274 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 71 લાખ 86 હજાર 901 લોકો સ્વસ્થ થયા છે. અત્યારસુધી 5 લાખ 53 હજાર 451ના મોત થયા છે. સિંગાપોરમાં શુક્રવારે સામાન્ય ચૂંટણી માટે વોટિંગ થયું હતું. વોટિંગ માટે આવનારા દરેકને માસ્ક પહેરવું ફરજિયાત હતું. પોલિંગ બુથ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામા આવ્યું. વિપક્ષની પાર્ટીઓએ વડાપ્રધાન લી સેન લુંગ દ્વારા ચૂંટણી કરાવવાના નિર્ણય પર સવાલો ઉભા કર્યા હતા. જોકે તેમ છતા સરકારે નિર્ણય બદલ્યો ન હતો.

હોંગકોંગમાં શુક્રવારથી દરેક સ્કૂલ બંધ કરવામા આવી છે. અહીં ફરી કમ્યુનિટી આઉટબ્રેકનો ખતરો વધી ગયો છે. આ વાતને ધ્યાનમાં રાખીને સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ગુરૂવારે અહીં 42 નવા કેસ સામે આવ્યા હતા. જાન્યુઆરીથી અત્યારસુધી અહીં 1 હજાર 366 કેસ નોંધાયા છે જ્યારે 7 લોકોના મોત થયા છે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ છે

દેશ કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સ્વસ્થ થયા
અમેરિકા 32,19,999 1,35,447 1,408,587
બ્રાઝીલ 17,59,103 69,254 1,152,467
ભારત 7,94,842 21,623 4,95,960
રશિયા 7,07,301 10,843 481,316
પેરૂ 31,6,448 11,314 2,07,802
સ્પેન 3,00,136 28,401 પ્રાપ્ત નથી
ચિલી 3,03,083 6,573 2,71,703
બ્રિટન 2,87,621 44,602 પ્રાપ્ત નથી
મેક્સિકો 2,82,283 33,526 1,72,230
ઈરાન 2,50,458 12,305 2,12,176

 

બોલિવિયા: રાષ્ટ્રપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

બોલિવિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ એનેજ ચૈવેજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુરૂવારે તેમણે તેની જાણકારી આપી. તેમણે ટ્વિટ કર્યું- મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સ્વસ્થ છું અને આઇસોલેશનમાં રહીને કામ કરીશ.  એનેજની કેબિનેટના ચાર સભ્યોમાં પણ સંક્રમણ જોવા મળ્યું હતું. ત્યારબાદ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. બોલિવિયામાં સામાન્ય ચૂંટણી થવામા બે મહિનાથી ઓછો સમય બચ્યો છે.

ઓસ્ટ્રેલિયા: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા અડધી કરવામા આવી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરૂવારે કહ્યું કે નેશનલ કેબિનેટની બેઠકમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા ઓછી કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. બંદરો પર માત્ર ઓસ્ટ્રેલિયાના લોકો સાથે આવતા જહાજોને આવવાની મંજૂરી આપવામા આવી છે. બીજા દેશોમાંથી આવતા ઓસ્ટ્રેલિયાના નાગરિકોને 14 દિવસ ક્વોરેન્ટીન રહેવું જરૂરી છે. રાજધાની મેલબર્નમાં સૌથી વધુ કેસ સામે આવ્યા બાદ 6 અઠવાડિયા સુધી લોકડાઉન લાગૂ કરવામા આવ્યું છે.

અપડેટ

  • સીરિયામાં ગુરૂવારે કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. અહીં લોકોની મદદ માટે કામ કરી રહેલી અસિસ્ટેન્સ કોઓર્ડીનેશન યુનિટ અનુસાર સંક્રમિત વ્યક્તિ એક ડોક્ટર છે. તે તુર્કીની બોર્ડર પાસે સ્થિત બાબ અલ હવા હોસ્પિટલમાં કામ કરે છે. તે અત્યારે આઇસોલેશનમાં છે. તેમના સંપર્કમાં આવેલા દરેકની તપાસ કરવામા આવશે.
  • રવાંડા પોલીસે ઇસ્ટર્ન રાજ્યની એક હોસ્પિટલમાંથી ભાગેલા ચાર કોરોના સંક્રમિતોની ધરપકડ કરી છે. નગોમા જિલ્લાની પોલીસે ગુરૂવારે જણાવ્યું કે આ લોકો એક સેકન્ડરી સ્કૂલમાં બનાવાયેલા કોવિડ સેન્ટરમાંથી ભાગી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક નેતાઓએ તેમને શોધવા માટે એકસાથે કામ શરૂ કર્યું અને સ્થાનિક લોકોની મદદથી તેમને પકડી લીધા હતા.
  •  અમેરિકાના ટેક્સસ રાજ્યમાં ગુરૂવારે એક દિવસમાં સૌથી વધુ 105 સંક્રમિતોના મોત થયા હતા. ટેક્સસના સ્વાસ્થ્ય સેવા વિભાગે જણાવ્યું કે એક દિવસમાં પહેલી વખત મોતનો આંકડો ત્રણ આંકડામાં પહોંચ્યો છે. રાજ્યમાં ગત મહિનાથી લગાતાર કોરોનાના લીધે મોતનો આંકડો વધી રહ્યો છે. ગવર્નર ગ્રેગ એબોટે મહામારી વચ્ચે ટેક્સસમાં આર્થિક કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી હતી.
  • ઓમાનમાં કોરોનાના 1518 નવા કેસ સામે આવ્યા છે. અહીં અત્યારસુધી કુલ 51 હજાર 725 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તે અંગે માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરૂવારે ત્રણ વધુ મોત થવાના લીધે મોતનો આંકડો 236 પર પહોંચ્યો છે. 1016 લોકો સ્વસ્થ થયા છે. કુલ સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 33 હજાર 21  છે.
  •  રશિયામાં ગુરૂવારથી કોરોના વેક્સિનની ટેસ્ટિંગનો અંતિમ તબક્કો શરૂ થઇ ગયો છે. રશિયાના રક્ષા મંત્રાલયે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી. આ વેક્સિનને રશઇયાના ગમાલેયા સાઇન્ટિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી અને રશિયાનું રક્ષા મંત્રાલય સાથે મળીને તૈયાર કરી રહ્યા છે. અહીં વેક્સિનની ટેસ્ટિંગ 18 જૂને શરૂ થઇ ગઇ હતી.

અમેરિકા: ચીનની રિસર્ચમાં મદદ કરનાર પ્રોફેસરની ધરપકડ

અમેરિકાની યુનિવર્સિટીના એક પ્રોફેસરની ચીનની રિસર્ચમાં અમેરિકાની સહાયનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામા આવી છે. અમેરિકાના કાયદા વિભાગે ગુરૂવારે તે અંગે જાણકારી આપી હતી. 57 વર્ષનો પ્રોફેસર ગુઓ ઝેંગ મૂળ ચીનનો રહેવાસી હતો. ચીનના ઇમ્યુનોલોજી અંગેના રિસર્ચમાં અમેરિકાની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થમાંથી મળેલા 4.1 મિલિયન ડોલર (લગભગ 30.78 કરોડ રૂપિયા)નો ઉપયોગ કર્યો હતો. આ માહિતી તેણે છૂપાવી હતી.

મેક્સિકો: રેસ્તરાંમાં બેસવા પર પ્રતિબંધ

મેક્સિકોમાં સરકારે રાજધાની ન્યૂ મેક્સિકો સિટીના દરેક રેસ્તરાંની અંદર લોકોના બેસવા પર પાબંદી લગાવી છે. જોકે લોકો બહાર બેસીને ભોજન કરી શકશે. ગવર્નર મિશેલ લ્યૂજન ગ્રિશમે કહ્યું કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી આ નિર્ણય લેવામા આવ્યો છે. રાજ્યમાં દરેક જગ્યાએ સોશિલય ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. લોકો ફેસ શીલ્ડ અને માસ્ક લગાવીને જિમ જઇ શકશે. ગુરૂવારે અહીં 6 હજારથી વધુ કેસ નોંધાયા હતા.

પાકિસ્તાન: વિદેશમંત્રીની કોરનાથી મોતની અફવા ફેલાઇ

પાકિસ્તાનમાં ગુરૂવારે વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીની મોતની અફવા ફેલાઇ હતી. ત્યારબાદ કુરેશીએ ગુરૂવારે મોડી રાત્રે સ્પષ્ટતા કરીને કહ્યું કે તેઓ સ્વસ્થ છે અને ઇલાજ ચાલી રહ્યો છે. શનિવારે કુરેશીની તબિયત ખરાબ થયા બાદ તેમને લાહોરની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here