Tuesday, December 7, 2021
HomeVS હોસ્પિટલના ખાનગીકરણ સામે કોંગ્રેસનો વિરોધ, ‘ગો બેક પીએમ’ના બેનર્સ સાથે સુત્રોચ્ચાર...
Array

VS હોસ્પિટલના ખાનગીકરણ સામે કોંગ્રેસનો વિરોધ, ‘ગો બેક પીએમ’ના બેનર્સ સાથે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદ: આજે PM મોદી વીએસનું લોકાર્પણ કરવાના છે ત્યારે કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના કોંગી કાર્યકર્તાઓએ લાલ દરવાજા પાસે પીએમ મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. બીજી તરફ જીવરાજપાર્ક પાસે કોંગી કાર્યકર્તાઓએ ‘ગો બેક પીએમ’ ના બેનર્સ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ વીએસ હોસ્પિટલના ખાનગીકરણ સામે કુલ 48 વોર્ડમાં વિરોધનો કાર્યક્રમ આપ્યો છે. તે અંતર્ગત લાલ દરવાજા પાસે દેખાવો કરતાં કોંગી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ પોલીસે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments