VVIP હેલિકોપ્ટર કૌભાંડ: કમલનાથના ભાણેજની ધરપકડનો રસ્તો ખુલ્યો

0
11

ભોપાલ, તા.7 ઓગસ્ટ 2019, બુધવાર

VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં સંડોવાયેલા રતુલ પુરીની ધરપકડ કરવાનો માર્ગ હવે સરળ બન્યો હતો. રતુલ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથનો સગો ભાણેજ છે.

મની લોન્ડરીંગ કેસમાં લોઅર અદાલત કે દિલ્હી હાઇકોર્ટે રતુલની આગોતરા જામીનની અરજી રદ કરતાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રતુલની ધરપકડ કરી શકે એમ છે. જો કે રતુલ પુરીના વકીલે એવો દાવો કર્યો હતો કે અમે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરવાના છીએ.. અગાઉ આ લોકોએ નીચલી અદાલતમાં જામીન અરજી કરી હતી.

નીચલી અદાલતે એ અરજી ફગાવી દેતાં રતુલના વકીલે દિલ્હી હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પરંતુ નીચલી અદાલતની જેમ દિલ્હી હાઇકોર્ટે પણ આ અરજી ફગાવી દીધી હતી.

રતુલ પુરી પર VVIP હેલિકોપ્ટર કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરીંગ કર્યાનો આરોપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here