વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ, જ્યારે ક્રૂડ તેલ, કોટનમાં નરમાઈનો માહોલ

0
0

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 18 સપ્ટેમ્બરને શુક્રવારે વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ કીમતી ધાતુઓની વાત કરીએ તો, વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1954 ડોલર બોલાયું હતું, જ્યારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે હાજરમાં સોનું 99.50ના રૂ.53,300 અને 99.90ના રૂ.53,500 બોલાયા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે વાયદા બજારમાં એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,559ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.51,849 અને નીચામાં રૂ.51,453ના મથાળે અથડાઈ અંતે રૂ.262 વધી રૂ.51,715ના ભાવે બંધ થયો હતો.

સોનાના વિવિધ વાયદાઓમાં 43,058 સોદાઓમાં કુલ રૂ.7,353.51 કરોડનાં 14,240 કિલો સોનાના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ અંતે 19,400 કિલોના સ્તરે રહ્યો હતો.

હવે ચાંદીની વાત કરીએ તો વિશ્વબજારમાં ચાંદી 1 ઔંશદીઠ 27.09 ડોલર બોલાતી હતી, જ્યારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે હાજરમાં ચાંદી રૂ.65,500ના સ્તરે બોલાઈ હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે વાયદા બજાર એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.68,499 ખૂલી, ઊંચામાં રૂ.68,500 અને નીચામાં રૂ.67,480ના સ્તરને સ્પર્શી અંતે રૂ.265ના ભાવઘટાડા સાથે રૂ.67,877ના ભાવે બંધ થયો હતો. ચાંદીનો મિની નવેમ્બર વાયદો રૂ.265 ઘટી રૂ.67,844 અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.258 ઘટી રૂ.67,848 થયા હતા. ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,80,476 સોદાઓમાં કુલ રૂ.6,990.13 કરોડનાં 1,026.355 ટન ચાંદીના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 583.033 ટનના સ્તરે રહ્યો હતો.

વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા

કીમતી ધાતુનો ઈન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો 16,176 ખૂલી, ઊંચામાં 16,191 અને નીચામાં 16,080ના સ્તરને સ્પર્શી ઈન્ટ્રા-ડેમાં 111 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 51 પોઈન્ટ વધી 16,147 બંધ થયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં 2,027 સોદાઓમાં કુલ રૂ.184.75 કરોડનાં 2,290 લોટ્સનાં કામકાજ થયાં હતાં, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 352 લોટ્સના સ્તરે રહ્યો હતો.

હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો, વિશ્વબજારમાં ન્યૂયોર્ક ક્રૂડ બેરલદીઠ 40.75 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 43.04 ડોલર બોલાયું હતું, જ્યારે સ્થાનિકમાં વાયદા બજાર એમસીએક્સ પર ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.3,035 ખૂલી, ઊપરમાં રૂ.3,042 અને નીચામાં રૂ.2,966 બોલાઈ, અંતે રૂ.31 ઘટી રૂ.2,993ના સ્તરે બંધ થયો હતો. આ સામે નેચરલ ગેસનો સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ 20 પૈસા ઘટી રૂ.150.50 બોલાયો હતો.

હવે કૃષિ કોમોડિટીઝની વાત કરીએ તો, એમસીએક્સ પર કપાસમાં 276 ટન, કોટનમાં 2,425 ગાંસડી, સીપીઓમાં 47,360 ટન અને મેન્થા તેલમાં 106 ટનના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ કપાસમાં 396 ટન, કોટનમાં 28,150 ગાંસડી, સીપીઓમાં 71,550 ટન અને મેન્થા તેલમાં 156 ટનના સ્તરે રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here