Friday, September 17, 2021
Homeલોન્ચિંગની રાહ : મસ્કે કહ્યું- ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી કરવાથી કંપનીની ઈલેક્ટ્રિક કાર...
Array

લોન્ચિંગની રાહ : મસ્કે કહ્યું- ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી કરવાથી કંપનીની ઈલેક્ટ્રિક કાર સસ્તી થશે

ઈલેક્ટ્રિક કાર મેકર ટેસ્લાએ ભારત સરકારને એક પત્ર લખી ઈલેક્ટ્રિક કારની ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી કરવા માગ કરી છે. ટેસ્લાનું કહેવું છે કે ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી કરવાથી કંપનીની ઈલેક્ટ્રિક કાર સસ્તી થશે. તેનાથી માર્કેટમાં તેની માગ વધશે અને સરકારની રેવેન્યૂ પણ વધશે.

સોશિયલ મીડિયા યુઝર્સ પણ ટેસ્લાના કાર લોન્ચિંગ અંગે ઈલોન મસ્કને સવાલ કરી રહ્યા છે. યુટ્યુબર મદન ગૌરીએ મસ્કને કહ્યું કે ડિયર મસ્ક જલ્દી ટેસ્લા કાર લોન્ચ કરો. તેના જવાબમાં મસ્કે કહ્યું કે કંપની આવું કરવા માગે છે પરંતુ ભારતમાં ઈમ્પોર્ટ ડ્યુટી દુનિયામાં તમામ દેશોની સરખામણીએ સૌથી વધારે છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ટેસ્લાને ભારતમાં આ વર્ષે કારનું સેલિંગ શરૂ કરવાનું છે. કંપનીએ મંત્રાલય અને દેશના પ્રમુખ થિંક ટેંક નીતિ આયોગને પત્રમાં લખ્યું છે કે સંપૂર્ણ રીતે અસેમ્બલ્ડ ઈલેક્ટ્રિક કાર પર ફેડરલ ટેક્સને 40% સુધી ઓછો કરવો સારો રહેશે. ટેસ્લાએ આ પત્રને સાર્વજનિક કર્યો નથી.

30 લાખથી ઓછી કિંમતની કાર પર 60% ઈમ્પોર્ટ ડ્યુટી
ભારતમાં ઈમ્પોર્ટ થતી ઈલેક્ટ્રિક કારની હાલની કિંમત 40,000 ડોલર (આશરે 30 લાખ રૂપિયા)થી ઓછી છે. તેના પર 60% ઈમ્પોર્ટ ડ્યુટી લાગે છે. તો 40,000 ડોલરથી વધારે કિંમતની કાર પર ઈમ્પોર્ટ ડ્યુટી 100% છે. ટેસ્લાએ કહ્યું કે 40%ની ઈમ્પોર્ટ ડ્યુટી પર ઈલેક્ટ્રિક કાર વધુ સસ્તી થઈ શકે છે.

ટેસ્લા મોડેલ 3 સ્ટાન્ડર્ડ રેન્જ પ્લસની કિંમત 30 લાખ રૂપિયા
ટેસ્લાની US વેબસાઈટ પ્રમાણે, માત્ર એક મોડેલ અર્થાત 3 સ્ટાન્ડર્ડ રેન્જ પ્લસની કિંમત 40,000 ડોલર (આશરે 30લાખ રૂપિયા) કરતાં ઓછી છે. ટેસ્લાએ જે મંત્રીઓને પત્ર લખ્યો હતો તેમાં પરિવહન અને ઉદ્યોગ મંત્રાલય સામેલ છે. તેમણે કંપનીની ટિપ્પણીનો જવાબ આપ્યો નથી.

ગયા વર્ષે માત્ર 5000 ઈલેક્ટ્રિક કાર વેચાઈ
પ્રીમિયમ ઈલેક્ટ્રિક વાહનો માટે ભારતીય માર્કેટ હાલ તેના પ્રારંભિક તબક્કામાં છે. સરેરાશ ગ્રાહકો માટે વાહન મોંઘાં છે અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ઊણપ છે. ગયા વર્ષે કુલ 24 લાખ કારમાંથી માત્ર 5 હજાર જ ઈલેક્ટ્રિક કાર વેચાઈ હતી.

કેન્દ્રીય પરિવન મંત્રી નીતિન ગડકરીએ માર્ચ મહિનામાં કહ્યું હતું કે, જો ટેસ્લા ભારતમાં લોકલી ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરશે તો ભારત સરકાર કંપનીને પ્રોત્સાહન આપી શકે છે. તેથી ચીનની સરખામણીએ ભારતમાં ઈલેક્ટ્રિક કારનું ઉપ્તાદન સસ્તું થઈ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments