વાજિદ ખાનની પત્ની કમલરૂખે કહ્યું- વાજિદે તલાકની ધમકી આપી હતી, અમે 6 વર્ષથી અલગ રહેતા હતા

0
16

દિવંગત મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનની પત્ની કમલરૂખના અનુસાર તે અને તેનો પતિ છેલ્લા 6 વર્ષથી અલગ રહેતા હતા. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અને વાજિદ લગ્ન પહેલા 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. કમલરૂખે એમ પણ કહ્યું કે, શરૂઆતમાં જ્યારે વાજિદના પરિવારે તેમના પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કર્યું હતું ત્યારે 2014માં વાજિદ જાતે જ તેમને છૂટાછેડાની ધમકી આપી હતી.

વાજિદે કમલરૂખ પાસેથી માફી માગી હતી
આપેલા ઇન્ટરવ્યુમાં કમલરૂખે કહ્યું હતું કે, 2014માં વાજિદે તલાકનો કેસ ફાઈલ કર્યો હતો, જે થયો નહીં. હું અત્યારે પણ તલાકશુદા નથી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં જે કઈ બન્યું હતું તેના માટે વાજિદે દિલગીરી વ્યક્ત કરતા માફી માગી હતી.

સોશિયલ મીડિયા પર કમલરૂખે દુઃખ વ્યક્ત કર્યું
નવેમ્બરમાં કમલરૂખે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, તે પારસી છે અને વાજિદનો પરિવાર તેના પર સતત ધર્મપરિવર્તન માટે દબાણ કરી રહ્યો છે. તેના અનુસાર, વાજિદ અને તેણે એક સ્પેશિયલ મેરેજ એક્ટ (એક એવો એક્ટ જેના અંતર્ગત તમે બીજા ધર્મમાં લગ્ન કરી શકો છો) અંતર્ગત લગ્ન કર્યા હતા.

1 જૂનના રોજ વાજિદનું નિધન થયું હતુ
સાજિદ-વાજિદ જોડી ફેમ વાજિદ ખાનનું અવસાન 1 જૂન 2020ના રોજ થયું હતું. તેમને પોતાના ભાઈ સાજિદની સાથે ‘દબંગ’ (ફ્રેન્ચાઇઝી), ‘હીરોપંતી’, ‘ચશ્મે બદૂર’, ‘એક થા ટાઇગર’, ‘પાર્ટનર’, ‘મુઝસે શાદી કરોગી’, ‘તેરે નામ’ અને ‘હમ તુમ્હારે હૈ સનમ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here