3 મિનિટ ચાલવાથી વધી ગયેલું બ્લડ પ્રેશર ઘટે છે અને મેદસ્વિતા ઘટાડવા માટે જમ્યા પછી 30 મિનિટ સુધી ચાલવું.

0
5

જો તમારે બ્લડ પ્રેશર ઓછું કરવું હોય તો 3 મિનિટ ચાલો અને શરીરની ચરબી ઓછી કરવી છે તો જમ્યા પછી 30 મિનિટ ચાલવું. ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે, ચાલવાથી શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ચાલતી વખતે તમે કેટલી સ્પીડથી ચાલી રહ્યા છે, તેની અસર પણ તમારા શરીર પર પડે છે. જાણો વૉકિંગથી સંબંધિત રિસર્ચ શું કહે છે…

ચાલવાથી તમારી યાદશક્તિ વધે છે

6 હજાર મહિલાઓ પર કરવામાં આવેલી કેલિફોર્નિયા યુનિવર્સિટીના સ્ટડીના જણાવ્યા પ્રમાણે, જો કોઈ મહિલા દરરોજ 4 કિલોમીટર ચાલે છે તો તેની યાદશક્તિ ઘટવાનું જોખમ 17 ટકા સુધી ઘટી જાય છે. તેને સામાન્ય ભાષામાં અલ્ઝાઈમર્સ પણ કહેવામાં આવે છે.

રાત્રે ઊંઘ નથી આવતી તો સવારે એક કલાક ચાલવું

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, રાતની ઊંઘનું અને સવારના ચાલવાની વચ્ચે કનેક્શન છે. અમેરિકાના ફ્રેડ હચિંસન રિસર્ચ સેન્ટરે તેના પર રિસર્ચ કર્યું છે. રિસર્ચમાં સામે આવ્યું કે, 50થી 75 વર્ષની ઉંમરના લોકો જો સવારે 1 કલાક મોર્નિંગ વોક કરે છે તો અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.

બ્રિટિશ જર્નલ સ્પોર્ટ્સમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ચાલવાથી શરીરમાં દુખાવો દૂર કરતા એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે જેનાથી ઘણી રીતે ફાયદો થાય છે.

ચાલવાના આ ફાયદાને પણ સમજો

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ચાલવાથી બ્રેન બ્લડનું સર્ક્યુલેશન વધે છે. તેને સમજવા માટે 1999માં 60 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું. તેમને એક દિવસમાં 45 મિનિટની વોક કરાવવામાં આવી. 15 મિનિટ સામાન્ય ચાલ્યા બાદ તેઓએ તેમની ક્ષમતા પ્રમાણે સ્પીડ વધારી. પરિણામમાં સામે આવ્યું કે, જેમણે દરરોજ આવું કર્યું તે માનસિક રીતે સ્વસ્થ હતા.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ચાલવાથી બ્લડ પ્રેશર અને બ્લડ સુગર કંટ્રોલ થાય છે. તેનાથી હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને ફેફસાં સંબંધિત બીમારીઓનું જોખમ ઘટે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here