Health Tips : ફીટ રહેવા માટે ઉત્તમ છે ચાલવું! જાણો કઈ ઉંમરના વ્યક્તિએ કેટલુ ચાલવુ, આ રહ્યો વોક પ્લાન

0
0

લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા અને ફિટ રહેવા માટે ચાલવું એ સૌથી ફાયદાકારક કસરત છે. ડૉકટરોથી માંડીને ફિટનેસ નિષ્ણાતો પણ માને છે કે ફીટ રહેવા માટે વ્યક્તિએ સવાર અને સાંજ ચાલવું જ જોઇએ. ચાલવું એ એક વર્કઆઉટ છે જેમાં તમારું આખું શરીર સક્રિય રહે છે. તમારા શરીરના દરેક ભાગ ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે. જો તમે નિયમિતપણે ચાલશો, તો તમારે કોઈ અન્ય કસરત કરવાની જરૂર નથી. ચાલવું એ દરેક ઉંમરના લોકો માટે આરોગ્યપ્રદ વિકલ્પ છે, તે તમારી કેલરીને ખૂબ જ ઝડપથી બાળી નાખે છે અને તમારું વજન નિયંત્રણમાં રાખે છે. આમતો, ચાલવું એ સૌથી સામાન્ય વ્યાયામ છે જે બધી ઉંમરના લોકો સરળતાથી કરી શકે છે. પરંતુ તમારે તમારી ઉંમર સાથે ચાલવાના સમય અને ગતિ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજે અમે તમને ચાલવાનાં ફાયદાઓ વિશે જણાવીશું. આ સાથે, આપણે તંદુરસ્ત રહેવા માટે વ્યક્તિએ કંઈ ઉંમરે ચાલવું જોઈએ તે વિશેની માહિતી પણ આપીશું.

ચાલવાના ફાયદો

હૃદય માટે ફાયદાકારક

દોડવું અથવા ચાલવું તમારા હૃદય માટે ખૂબ સારું છે. જે લોકો નિયમિતપણે ચાલતા હોય છે તેમને હ્રદય સંબંધિત રોગો ઓછા હોય છે. વાસ્તવમાં ચાલવાથી હૃદયમાં રક્ત પરિભ્રમણ વધે છે. અને ખરાબ કોલેસ્ટરોલ ઓછું થાય છે. દૈનિક ધોરણે ચાલતા લોકો માટે બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે.

મગજ મજબૂત થાય છે

એ વાત સાચી છે કે ચાલવાથી તમારું મન તેજ બને છે. ચાલવાથી તમારા માથામાં બદલાવ થાય છે, જેની અસર તમારા મગજને પણ થાય છે. એક સંશોધન મુજબ ચાલવાથી મગજ અને નર્વસ સિસ્ટમમાં રહેલા હોર્મોન્સમાં વધારો થાય છે, જે તાણ ઘટાડે છે અને મગજને ફીટ રાખે છે. દરરોજ ચાલવાથી ડિમેન્શિયા અને અલ્ઝાઇમર જેવાં રોગોનું જોખમ ઘટે છે.

ફેફસાં સ્વસ્થ રહે છે

ચાલવાથી શરીરના તમામ ભાગો સારી રીતે કાર્ય કરવાનું શરૂ કરે છે. દરરોજ ચાલવાથી શરીરને પુષ્કળ ઓક્સિજન મળે છે. ઓક્સિજનનો સારો પ્રવાહ ફેફસાંને સ્વસ્થ બનાવે છે, અને રોગોથી બચવામાં મદદ પણ કરે છે.

પેટ સાફ રહે છે

નિયમિત ચાલવાથી તમારી પાચન શક્તિ સારી રીતે કાર્ય કરે છે, જે તમારું પેટ સાફ રાખે છે. કોઈ પણ દવા વિના, તમે પેટની બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. ચાલવાની સૌથી અગત્યની બાબત એ છે કે તમે ખૂબ હળવો અનુભવ કરો છે. જે લોકો દરરોજ સવાર-સાંજ પગપાળા ચાલે છે તેઓને જીમમાં પણ જવાની જરૂર હોતી નથી. આવા લોકોની અંદર હેપી હોર્મોન્સ વધુ બને છે, જે તમને સ્વસ્થ રાખે છે.

કેટલો સમય અને કેટલાં પગલાં ચાલશો

એવું કહેવામાં આવે છે કે સ્વસ્થ રહેવા માટે, વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું અડધો કલાક ચાલવું જ જોઇએ. પગલાઓની વાત કરીએતો, 10,000 જેટલા પગલાં એટલે કે 6 થી 7 કિલોમીટર જેટલું ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ધ્યાનમાં રાખો કે તમારે સામાન્ય કરતા થોડા ઝડપથી ચાલવાની જરૂર છે. પરંતુ વૃદ્ધ માણસે તેની સામાન્ય ચાલમાં જ જ્યાં સુધી તે થાકી ન જાય ત્યાં સુધી ચાલવું જોઈએ. ચાલતી વખતે, લાંબો શ્વાસ લો જેથી ફેફસાંને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે. દરરોજ સવારે અને સાંજે ચાલવું તમને દિવસ દરમિયાન એનર્જેટિક અનુભવ કરાવે છે.

કંઈ ઉંમરે કેટલું ચાલવું જોઈએ

  • જો તમારી ઉંમર 6 થી 17 વર્ષની વચ્ચે છે, તો તમારે 15000 પગલાં ચાલવું જોઈએ. છોકરીઓ દિવસમાં 12000 પગલાં પણ ચાલી શકે છે.
  • 18 થી 40 વર્ષની વયના પુરુષો અને સ્ત્રીઓએ એક દિવસમાં 12000 પગલાં બરાબર ચાલવું જોઈએ.
  • જ્યારે તમે 40ની પાર પહોંચી જાવ, ત્યારે તમારે દિવસમાં 11000 પગલાં ચાલવું જ જોઇએ.
  • 50 વર્ષની વયના લોકોએ દરરોજ 10000 પગલા ચાલવું જોઈએ.
  • 60 વર્ષથી ઉપરના લોકોએ તંદુરસ્ત રહેવા માટે દિવસમાં 8000 પગલા ચાલવું જોઈએ
  • વૃદ્ધાવસ્થામાં, તમે જ્યાં સુધી થાક ન અનુભવો ત્યાં સુધી ચાલવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here