ઈમ્યુનિટી બુસ્ટર : રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે? FSSAI દ્વારા ભલામણ કરાયેલાં વિટામિન-C યુક્ત પ્લાન્ટ બેઝ્ડ ફૂડનું લિસ્ટ જાણો

0
5

કોરોનાવાઈરસની રસીના પ્રયાસો વચ્ચે હાલ તેનાથી બચીને રહેવું તે જ ઉપાય છે. સાથે જ આ કપરા સમયમાં ઈમ્યુનિટી બુસ્ટ અર્થાત રોગ પ્રતિકારક શક્તિ વધારવી તે પણ જરૂરી છે. હેલ્ધી વિટામિન-C યુક્ત ડાયટ લેવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. FSSAI (ફૂડ એન્ડ સેફ્ટી અથોરિટી ઓફ ઈન્ડિયા)એ ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે પ્લાન્ટ બેઝ્ડ વિટામિન-C યુક્ત ખોરાકને ડાયટમાં સામેલ કરવા સૂચન કર્યું છે. તેમાં આમળા, નારંગી, પપૈયું, કેપ્સિકમ, જામફળ અને લીબું સામેલ છે. FSSAIએ ટ્વીટ કરી ડાયટમાં તેને સામેલ કરવા ભલામણ કરી છે.

આ તમામ પ્લાન્ટ બેઝ્ડ ફૂડમાં વિટામિન-C હોવાથી તે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં તો મદદ કરે જ છે. સાથે તેના અન્ય ઘણા ફાયદા છે. આવો જાણીએ તેનાં સેવનથી તમારાં સ્વાસ્થ્યને કેવા ફાયદા થશે…

આમળા
આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન-C હોય છે. કન્ટેમ્પરી ક્લિનિકલ ટ્રાયલ્સ કમ્યૂનિકેશન નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ પ્રમાણે આમળા લોહીનાં પરિભ્રમણની ગુણવત્તા વધારવમાં મદદ કરે છે સાથે જ તે તણાવ ઓછો કરે છે.

નારંગી
નારંગીમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ રહેલાં હોય છે. તે વિટામિન-C, વિટામિન-B, વિટામિન-B1, પોટેશિયમ અને ફોલેટ ધરાવે છે. તે કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ અને બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

પપૈયું
પપૈયાંમાં પણ ફાઈબર હોય છે અને તે લૉ કેલરી ધરાવે છે. તે શરીરને ડિટોક્સિફાય કરે છે. તેનાં સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં રાહત મળે છે. પપૈયાંમાં વિટામિન-C, વિટામિન-A, વિટામિન-K અને વિટામિન-E હોય છે.

કેપ્સિકમ
કેપ્સિકમ અર્થાત શિમલાં મરચાંમાં વિટામિન-C અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. તે વિટામિન-E અને વિટામિન-Aનો પણ સ્ત્રોત છે. તેમાં પોટેશિયમ અને ફોલેટ જેવાં મિનરલ્સ હોય છે. કેટલાક રિસર્ચ પ્રમાણે કેપ્સિકમનાં સેવનથી આંખોનાં સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

જામફળ
જામફળમાં ફાઈબર અને પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણ રાખી શકાય છે. તે હૃદયનાં સ્વાસ્થ્ય માટે સારો સ્ત્રોત છે. જામફળમાં વિટામિન-C અને વિટામિન-A હોય છે. તે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. સાથે જ તે આંખોનાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

લીબું
લીબુંમાં વિટામિન-C, વિટામિન-B5, વિટામિન-B1, વિટામિન-B2 અને વિટામિન-B6 હોય છે. તેમાં લૉ કેલરી હોવાથી વેટ લૉસ માટે તેનું સેવન ફાયદાકરક છે. તેનું સેવન કરવાથી હાર્ટ ડિસીઝ, કેન્સર અને પથરીનાં જોખમને ઘટાડી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here