Thursday, August 5, 2021
No menu items!
Homeહેડકી આવતી તરત જ બંધ કરવી છે? તો ખાઈ જાવ આ ચીજ
Array

હેડકી આવતી તરત જ બંધ કરવી છે? તો ખાઈ જાવ આ ચીજ

આમ તો દરેક નોકરિયાત લોકોના મગજમાં એક જવૈત પરફેક્ટ ફીટ બેઠી હોય છે કે, એક ગૃહિણીને ઘરે કામ જ કેટલું હોય હવે! પરંતુ એક હાઉસવાઈફની વ્યથા અને મનની વાત તો એક હાઉસવાઈફ જ જાણે. એક હાઉસવાઈફે દરરોજ આખું અઠવાડિયું એક પણ વીક-ઑફ વગર કામ કરતી અને પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે ભાગદોડ કરતી જોવા મળતી હોય છે. દરેકે દરેક પરિવારજનોની પસંગ-નારસંદ દરેકે બાબતોને ધ્યાનમાં રાખીને ચાલતી હોય છે. એમાં પણ જો ઘરમાંથી કોઈ પણ બીમાર પડે અથવા તો તેને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો, સૌથી વધુ ચિંતા પણ એ એક હાઉસવાઈફને જ થતી હોય છે. ત્યારે આવો જાણીએ દરેક હાઉસવાઈફને કામ લાગે તેવી કેટલીક ટીપ્સ, જે તેમનું કામ ખૂબ જ સરળ બનાવશે

  • ઘણી વખત કોણ કેટલું ખાશે તેનો ચોક્કસ અંદાજો લાવવો એ થોડું મુશ્કેલ છે, પરંતુ ગૃહિણી માટે તો સરળ જ હોય છે. પણ ઘણી વખત કોઈક વાનગી વધારે રંધાઈ જાય, જેમ કે ભાત વધારે રંધાઈને સાવ ગળી જાય તો ત્યારે શું કરશો? તો જો ભાત વધારે પડતા રંધાઇ જાય તો તેમાં થોડું પાણી અને ઘી નાખવું અને થોડી મિનિટો બાજુ પર મૂકી દેવું. ત્યાર બાદ તેને ચારણીમાં ઠાલવી વધારાનું પાણી નિતારી દેવું. અને પછી એક થાળીમાં ભાત પાથરી દેવો. ભાતનો દાણો છૂટ્ટો પડી જશે. પાણી અને ઘી ભાત શોષી લેશે અને ભાત કોરા થઇ જશે.
  • ઘણી વખત ખૂબ જ વધારે પડતી હેડકી આવે છે. ગમે તેટલું પાણી પીવો તો પણ ફરક નથી પડતો. તોથી જો હેડકીથી છુટકારો મેળવવો હોય તો, ફુદીનાના પાન અંજીર સાથે ચાવી ચાવીને ખાવાથી ફાયદો થાય છે. ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ જેવુ બની જાય છે.
  • દરેક મહિલા માટે પીરિયડ્સ એ એક એવો સમયગાળો છે જેમાં ઘણી તકલીફો સહન કરવી પડે છે. તેથી જો માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા 7-8 બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના 15 દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.
  • લોખંડની કોઈ વસ્તુ પર કાટ લાગી ગયો હોય તો ડુંગળીને વચ્ચેથી 2 ભાગમાં કાપી તેને ઘસવાથી રાહત થશે.
  • આમ તમે ટમેટો કેચપમાં મીઠાશ લાવવા સાકરની બદલે ગાજરનો ઉપયોગ કરી શકો છો.
  • પાસ્તાને વધુ પાણીમાં બાફવાથી તે ચીકણા નહીં થાય.
  • ડાઇના ડાઘા કપડા પરથી દૂર કરવા ડાઘા પર કાચો કાંદો ઘસવો અને પછી ધોવું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments