એશીઝ સીરીઝમાં આજે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ

0
0

પાંચ મેચની એશીઝ સીરીઝની ત્રીજી મેચ આજથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હેડીગ્લેમાં રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલીયન ટીમ પોતાના સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથ વગર રમવા ઉતરશે, જ્યારે તેમનો પ્રયત્ન સીરીઝમાં ૨-૦ ની લીડ બનાવવા પર હશે. ઓસ્ટ્રેલીયાએ એજબેસ્ટનમાં પ્રથમ ટેસ્ટ મેચ ૨૫૧ રનથી જીતી હતી જયારે બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. મહેમાન ટીમ હજુ પણ પાંચ મેચની એશીઝ સીરીઝમાં ૧-૦ ની લીડ બનાવી રાખી છે.

ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટેસ્ટ મેચમાં સ્ટીવન સ્મિથની ઉણપ રહેશે. સ્ટીવન સ્મિથ બીજી ટેસ્ટ મેચમાં જોફ્રા આર્ચરની બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને ત્યાર બાદ તે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યા નહોતા. સ્ટીવન સ્મિથ હવે ત્રીજી ટેસ્ટથી પણ બહાર છે. સ્ટીવન સ્મિથની જગ્યાએ માર્નસ લાબુશાનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. માર્નસ લાબુશાનેએ બીજી ઇનિંગમાં અડધી સદી પણ ફટકારી હતી. સ્ટીવન સ્મિથે પ્રથમ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી હતી અને પછી તેમને બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર ૯૨ રન બનાવ્યા હતા.

બોલિંગમાં ટીમની પાસે પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, પીટર સીડલ અને મિચેલ સ્ટાર્ક જેવા ઝડપી બોલર છે. આ બોલર કોઈ પણ પરીસ્થિતિમાં વિરોધી બેટ્સમેનને મુસીબતમાં નાખી શકે છે. ઓસ્ટ્રેલીયન કોચ જસ્ટીન લેન્ગર પહેલા જ આ કહી ચુક્યા છે કે, તેમની ટીમ ૧૮ વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં એશીઝ સીરીઝ જીતવાનો દઢસંકલ્પ કરી ચુક્યા છે.

બીજી તરફ, યજમાન ઇંગ્લેન્ડની ટીમ સીરીઝમાં વાપસી કરવી ઈચ્છશે. ત્રીજી ટેસ્ટમાં યજમાન ટીમની નજર બેટની સાથે-સાથે બોલથી પણ ઓસ્ટ્રેલીયન ટીમ પર દબાવ બનાવવા માંગશે. બોલિંગમાં ટીમ એક વખત ફરીથી જોફ્રા આર્ચરથી આક્રમક બોલિંગની આશા રાખશે. તેના સિવાય ટીમની પાસે બેન સ્ટોક્સ અને ક્રીસ વોક્સ જેવા બોલર વિરોધી ટીમ પર દબાવ બનાવવા માંગશે. વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા જોફ્રા આર્ચરે પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં શાનદાર બાઉન્સર આધારે પાંચ વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલીયન ટીમ આ પ્રકાર છે : ટિમ પેન (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ વોર્નર, કેમેરોન બેનક્રાફ્ટ, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, પીટર સીડેલ, નાથન લિયોન, મેથ્યુ વેડ, જેમ્સ પેટીન્સન, માર્નસ લાબુશાને

ઇંગ્લેન્ડ ટીમ આ પ્રકાર છે : જો રુટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, સેમ કુરેન, જોય ડેનલી, જેક લીચ, જેસન રોય, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here