નવી દિલ્હી: સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું ખે રક્ષા ક્ષેત્રમાં ટેક્નિકલ જરૂરિયાતો વધવાથી ભવિષ્યમાં યુદ્ધ પહેલાથી વધારે હિંસક અને અણધાર્યા હશે. દિલ્હીમાં ‘કારગિલ યુદ્ધના 20 વર્ષ’ સેમિનારમાં રાવતે કહ્યું કે આવનારા સમયમાં આધુનિકતા એ સેનાની મજબૂતીમાં મોટી ભૂમિકા નિભાવશે. સેનાને બહુઆયામી લડાઈ માટે તૈયાર રહેવું પડશે.
રાવતે કહ્યું, ‘ટેક્નોલોજીમાં લગાતાર થઇ રહેલા ફેરફાર યુદ્ધની પ્રકૃતિ બદલી રહ્યાં છે. સાઇબર અને સ્પેસ(અંતરિક્ષ)નું ક્ષેત્ર આવનારા સમયમાં યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવશે.’ તેમણે કહ્યું, ‘ભારતીય સેના બદલાના તબક્કામાંથી પસાર થઇ રહી છે. સ્પેસ, સાઇબર અને સ્પેશલ ફોર્સ માટે અલગ અલગ ડિવિઝન બનાવવું જાહેર કરે છે કે સેનાઓમાં કેવી રીતે પરિવર્તન થઇ રહ્યાં છે. ‘
પાકિસ્તાનને ભૂલોની સજા આપવા સક્ષમ
આર્મી ચીફે કહ્યું કે ભારતીય સેના હવે એટલી તાકાતવર છે કે પાક સેનાની ભૂલોનો યોગ્ય જવાબ આપે છે. તેમણે કહ્યું કે પાકે. સમય સમય પર ભારત વિરુદ્ધ છદ્મયુદ્ધ છેડવાની કોશિષ કરી છે. પછી તે આતંકવાદ દ્વારા હોય કે ઘુસણખોરીની રીતે. પરંતુ ભારતીય સેના હંમેશા સાહસ સાથે રક્ષામાં ઉભી છે.
યુદ્ધ કરવાની ભૂલ પાકિસ્તાન નહીં કરે
રાવતે ચેતવણી આપતા કહ્યું કે એમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાનને કોઇ પણ ભૂલની સજા આપવામાં આવશે. આ પહેલા પણ એક કાર્યક્રમમાં રાવત કહી ચૂક્યા છે કે પાકિસ્તાન ફરી કારગિલ યુદ્ધ છેડવાની હિંમત નહીં કરે. કારણકે જો તેણે હવે આવુ કર્યું તો જાણે છે કે તેનો અંજામ શું થશે.
ivermectin 3mg price ivermectin from india