બોક્સ ઓફિસ : ‘વોર’એ ઈતિહાસ રચ્યો, પહેલાં દિવસે 53 કરોડની કમાણી કરીને હિંદી સિનેમાની સૌથી મોટી ઓપનર બની

0
50

મુંબઈઃ રીતિક રોશન તથા ટાઈગર શ્રોફની ફિલ્મ ‘વોર’એ બોક્સ ઓફિસ પર ઓપનિંગ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે પહેલાં દિવસે 53.35 કરોડની કમાણી કરી છે. આ સાથે જ આ ફિલ્મ હિંદી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર હિંદી ફિલ્મ બની છે. આમિર ખાનની ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના નામે અત્યાર સુધી આ રેકોર્ડ હતો. આ ફિલ્મે પહેલાં દિવસે 52 કરોડની કમાણી કરી હતી. જોકે, હવે, રીતિકની ‘વોર’ પહેલાં નંબરે આવી ગઈ છે. આ ફિલ્મ ભારતમાં ચાર હજાર સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે.

https://twitter.com/taran_adarsh/status/1179656271361802240

વર્ષ 2019ની બિગ ઓપનર ફિલ્મ્સ

અત્યાર સુધીની પહેલાં દિવસે સૌથી વધુ કમાણી કરનાર ટોપ 10 ફિલ્મ્સ

ફિલ્મનું નામ રિલીઝ યર પહેલાં દિવસની કમાણી (કરોડોમાં)
વોર 2019 53.35
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન 2018 52.25
હેપી ન્યૂ યર 2014 44.97
ભારત 2019 42.30
બાહુબલીઃ ધ કનક્લૂઝન (હિંદી વર્ઝન) 2017 41
પ્રેમ રતન ધન પાયો 2015 40.35
સુલતાન 2016 36.54
ધૂમ 3 2013 36.22
સંજુ 2018 34.75
ટાઈગર ઝિંદા હૈં 2017 34.10

 

રીતિકની અત્યાર સુધીની બિગ ઓપનર ફિલ્મ

ફિલ્મનું નામ રિલીઝ યર પહેલાં દિવસની કમાણી (કરોડોમાં)
બેંગ બેંગ 2014 27.54
ક્રિશ 3 2013 25.50
અગ્નિપથ 2012 23
સુપર 30 2019 11.83
કાબિલ 2017 10.43

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here