રાજકોટ : સ્થાનિક કોંગ્રેસમાં ભંગાણ, વોર્ડ નં. 14ના પ્રભારી સહિત 68 કાર્યકરોના રાજીનામા

0
11

રાજકોટ: રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. તેની અસર રાજકોટના સ્થાનિક રાજકારણમાં જોવા મળી છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. તેને લઇ રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. વોર્ડ નં. 14ના પ્રભારી સહિત 68 કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાજીનામા ધરી દેતા રાજકરાણ ગરમાયું છે.

તમામ આમઆદમી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચાઓ

વર્ષના અંતમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે. જેને લઇ તોડજોડની રાજનીતિ શરૂ થઇ છે. ભાજપનો ગઢ ગણાતા રાજકોટ કોર્પોરેશનને તોડવા આ વખતે આપ પક્ષ સ્થાનિક લેવલની ચૂંટણીમાં પણ ઝંપલાવશે. ત્યારે અત્યારથી તેની અસર જોવા મળી રહી છે. અગાઉ રાજકોટના રાજભા ઝાલા સહિતના નેતાઓએ આપમાં જોડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે આજે એકી સાથે 68 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે. આ તમામ લોકો પણ આપમાં જોડાઇ તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આપ રાજકોટમાં મોટી સભા કરે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકામાં આપ પક્ષ ચૂંટણી લડશે એટલે ચોક્કસ ભાજપને ફટકો પડશે તેવી રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

કોંગ્રેસ પ્રમુખે વિધાનસભા ક્ષેત્ર 70ના પૂર્વ પ્રમુખ ઇન્દુભા રાઓલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા

ગત અઠવાડિયે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર દ્વારા વિધાનસભા ક્ષેત્ર 70ના પૂર્વ પ્રમુખ ઇન્દુભા રાઓલને પક્ષ વિરોધી ટીપ્પણી કરવા માટે કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે ઇન્દુભાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તે પૂર્વે જ તેમને પોતાનું રાજીનામું ધરી દીધું હતું. ત્યારે આજ રોજ વોર્ડ નંબર 14ના 68 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષ માટે પોતાના આગેવાનો અને કાર્યકર્તાઓમાં રહેલ નારાજગી દૂર કરવી અતિ આવશ્યક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here