Wednesday, September 22, 2021
Homeચેતવણી : તાવ અથવા દુખાવો થાય તો પેઇનકિલર્સ લેવાનું ટાળવું
Array

ચેતવણી : તાવ અથવા દુખાવો થાય તો પેઇનકિલર્સ લેવાનું ટાળવું

ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ)એ પોતાની તાજેતરની સલાહમાં કહ્યું હતું કે ઘણી પેનકિલર દવાઓ, જેમ કે ઈબ્રુપ્રોફેન (Ibuprofen) કોરોનાની ગંભીરતાને વધારે છે. હૃદયના દર્દીઓ માટે હાનિકારક માનવામાં આવતી આ દવાઓ કિડની માટે પણ જોખમકારક છે.

ICMRના જણાવ્યા પ્રમાણે, લોકોએ NSAID (નોન સ્ટિરોડિકલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ)થી દૂર રહેવું અને માત્ર ડૉક્ટરોની સલાહ પર આ દવાઓ લેવી. જરૂરી હોય તો જ પેરાસિટામોલ લેવી. એ સૌથી સુરક્ષિત પેઇનકિલર્સ દવાઓમાંથી એક છે.

લોકો હંમેશાં તાવ આવે અથવા શરીરના કોઈ ભાગમાં દુખાવો થાય ત્યારે એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-પાઈરેટિક દવાઓ લે છે. એમાં સૌથી સામાન્ય પેરાસિટામોલની સાથે ઈબ્રુપ્રોફેનને મિક્સ કરીને દવાઓ બનાવવામાં આવે છે

હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ અથવા હાઈ બ્લડપ્રેશરથી કોરોના થવાનું જોખમ વધારે નથી
ICMRના જણાવ્યા પ્રમાણે, હૃદયની બીમારી, ડાયાબિટીસ અથવા હાઈ બ્લડપ્રેશરના દર્દીઓને બીજા લોકોની તુલનામાં કોરોના થવાનું જોખમ વધારે નથી. જોકે દુનિયામાં અત્યારસુધીના અનુભવ સૂચવે છે કે આ બીમારીઓથી ઘેરાયેલા લોકોને કોરોના થયા બાદ ગંભીર રીતે બીમાર થવાનું જોખમ વધારે છે. તેથી જ આવા લોકોએ વધુ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસઃ શુગર ચેક કરાવતા રહો, દવા લેવાનું ચાલુ રાખવું
ICMRની સલાહ છે કે ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય ખાવાનું ખાવું અને ડૉક્ટરની સલાહથી યોગ્ય એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. આ દર્દીઓ વારંવાર પોતાનું શુગર લેવલ તપાસતા રહેવું જોઈએ અને નિયમિત રીતે દવાઓ લેવી જોઈએ.

હાર્ટ ડિઝીઝઃ ડૉક્ટર ન મળે તોપણ દવાઓ લેવી
આવી જ રીતે હૃદયના દર્દીઓએ પણ સમયસર દવાઓ લેવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ વગર દવા બંધ ન કરવી. જો ડૉક્ટર નથી મળતો તોપણ દવાઓ લેવાનું ચાલુ રાખવું. ખાસ કરીને કોલેસ્ટેરોલ (સ્ટેટિન)ને કંટ્રોલ કરનારી અને ડાયાબિટીસની દવા લેવી જોઈએ.

બ્લડપ્રેશરઃ બીપીની દવાઓથી કોરોનાની ગંભીરતા નથી વધતી​​​​​​​

ICMRના જણાવ્યા પ્રમાણે, ઉપલબ્ધ જાણકારીની સમીક્ષા બાદ સાયન્ટિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે, એવા કોઈ પુરાવા નથી કે બ્લડપ્રેશરની દવાઓથી કોરોના થવાની સંભાવના અથવા થયા બાદ તેની ગંભીરતા વધે છે. એમાં બંને પ્રકારની દવાઓ એટલે કે ACE ઈનહિબિટર અને એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર્સ એટલે કે ARB સામેલ છે.

ACE ઈનહિબિટરમાં રેમિપ્રિલ (Ramipril), એનાલાપ્રિલ (Enalapril) વગેરે દવાઓ આવે છે તેમજ ARBમાં લોસાર્સ્ટન (Losartan), ટેલ્મિસાર્ટન (Telmisartan) વગેરે દવાઓ સામેલ છે. ICMRના જણાવ્યા પ્રમાણે, આ દવાઓ હાર્ટ-અટેક રોકવા અને હાઈ બ્લડપ્રેશર ઓછું કરવામાં અસરકારક છે. આ દવાઓને બંધ કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. ​​​​​​​

ફિઝિકલ એક્ટિવ રહો, માંસનું સેવન ચાલુ રાખી શકો છો
ICMRની સલાહ છે કે લોકોએ તેમની જીવનશૈલીને સ્વસ્થ રાખવી જોઈએ. સિગારેટ અને દારૂથી દૂર રહેવું. બ્લડપ્રેશર અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખો અને કોઈ ને કોઈ રીતે નિયમિત ફિઝિકલ એક્ટિવિટી કરતા રહો. જોકે ઘરની બહાર ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું. વધારે મીઠાવાળું ન ખાવું. જો તમે માંસાહારી છો તો એનું સેવન કરી શકો છો. ખાવામાં પ્રોટીન અને ફાઈબરની સાથે ફળ-શાકભાજી પણ ખાવાં. ​​​​​​​

નિષ્ણાતોનો અભિપ્રાય- વેક્સિન લીધા પહેલાં અને બાદમાં પણ પેનકિલર ન લેવી
વિશ્વના તમામ નિષ્ણાતોએ કોરોના વેક્સિન લીધા પહેલાં અને બાદમાં પેનકિલર ન લેવાની સલાહ આપી છે. ઈન્ફ્લેમેશનને ઓછું કરતી ઈબુપ્રોફેન (એડવિલ, મોટ્રિન અને બીજી બ્રાન્ડ) જેમ કે કેટલીક પેનકિલર શરીરની રોગપ્રતિકારક શક્તિને ધીમી કરે છે, જ્યારે વેક્સિન લેવાનો હેતુ એને વધારવાનો હોય છે.

વાયરોલોજી જર્નલમાં પબ્લિશ એક રિસર્ચના અનુસાર આ પેનકિલર્સ ઊંદરના શરીરમાં એન્ટિબોડી બનાવવાની ગતિને ધીમી કરે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ફાર્માસિસ્ટ જોનાથન વતનબેના જણાવ્યા પ્રમાણે, જો કોઈને પેનકિલર લેવાની જરૂર પડે છે તો તેને એસિટામિનોફેન (ટાઈલેનોલ), એટલે કે પેરાસિટામોલ લેવી જોઈએ. એ સૌથી વધુ સુરક્ષિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments