Sunday, November 28, 2021
Homeકારમાં મુસાફરી કરનારા લોકો માટે ચેતવણી, જો તમે કાચને ચારેય બાજુથી બંધ...
Array

કારમાં મુસાફરી કરનારા લોકો માટે ચેતવણી, જો તમે કાચને ચારેય બાજુથી બંધ કરો છો, તો કોરોના સંક્રમણનું જોખમ વધે છે

કારમાં મુસાફરી કહી રહ્યા છો આ સમચારા તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કારમાં મુસાફરી દરમિયાન ચારેય તરફ કાચ બંધ હોવાથી કોરોના સંક્રમણનું જોખમ વધે છે. તર્ક એ છે કે જ્યારે આવું થાય છે, ત્યારે કારની અંદર હવાનું સર્ક્યુલેશન નથી થતું. કોરોનાનાં ઝીણા કણો લાંબા સમય સુધી હવામાં રહે છે. જે બંધ કારની અંદર સંક્રમણ ફેલાવી શકે છે.

કાચ બંધ રાખવા યોગ્ય નથી

રિસર્ચ કરનાર અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના અસીમાંશુ દાસના જણાવ્યા પ્રમાણે, કાર ડ્રાઈવ દરમિયાન એર કન્ડીશનર ચાલુ રાખવું અને ચારેય કાચ બંધ હોવાથી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. પરંતુ જો કારમાં વેન્ટિલેશન હોય છે તો વાઈરસનું સર્ક્યુલેશન થવાનું જોખમ ઘટી જાય છે.

સૌથી વધારે જોખમ ડ્રાઈવરને

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો કાર ચારેય તરફથી બંધ રહે છે તો સંક્રમણ થવાનું સૌથી વધારે જોખમ ડ્રાઈવરને છે કેમ કે સરેરાશ હવાનો ફ્લો પાછળથી આગળની તરફ હોય છે. તેથી પાછળ બેઠેલી વ્યક્તિના એરોસોલ ડ્રાઈવર સુધી સરળતાથી પહોંચી શકે છે.

કાર-પૂલિંગ કરતા સમયે અલર્ટ રહેવું જરૂરી

આ રિસર્ચ ખાસ કરીને તેમને અલર્ટ કરે છે જે કાર-પૂલિંગ કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કાર પૂલિંગ દરમિયાન એર ફ્લો સરખું કરીને સંક્રમણનું જોખમ ઘટાડી શકાય છે.

ચાર નહીં તો બે વિન્ડો જરૂરથી ઓપન રાખો

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સૌથી સારી સ્થિતિ એ છે કે કાર દ્વારા મુસાફરી દરમિયાન ચારેય વિન્ડો ઓપન હોવી જોઈએ પરંતુ આવું ન કરી શકતા હોય તો ઓછામાં ઓછી બે વિન્ડો જરૂરથી ઓપન રાખવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments