કોરોના વિશ્વમાં : હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ સ્પીકર પેલોસીની ચેતવણી- માસ્ક ન પહેરાનાર સાંસદોને સદનની બહાર કાઢી નાખવામા આવશે; વિશ્વમાં અત્યારસુધી 1.72 કરોડ સંક્રમિત

0
0

વોશિન્ગટન. વિશ્વમાં કોરોનાવાયરના લીધે અત્યારસુધી 1 કરોડ 72 લાખ 11 હજાર 195 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 69 લાખ 30 હજાર 012 સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. 6 લાખ 69 હજાર 982 લોકોના મોત થઇ ચૂક્યા છે. આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. બ્રાઝીલમાં મહામારીએ વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં મોતનો આંકડો ઝડપથી એક લાખ તરફ વધી રહ્યો છે.અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ(નીચલું સદન)ના સ્પીકર નેન્સી પેલોસીએ તેમના સાંસદોને અને સ્ટાફને માસ્ક પહેરીને આવવાનો આદેશ કર્યો છે. તેમણે કહ્યું કે નિયમ તોડનારને હાઉસની બહાર કાઢી નાખવામા આવશે. .

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 45,68,037 1,53,840 22,45,044
બ્રાઝીલ 25,55,518 90,188 17,87,419
ભારત 15,87,982 35,035 10,22,565
રશિયા 8,34,499 13,802 6,29,655
દ.આફ્રિકા 4,59,761 7,257 2,87,313
મેક્સિકો 4,08,449 45,361 2,67,147
પેરૂ 4,00,683 18,612 2,80,044
ચિલી 3,51,575 9,278 3,24,557
સ્પેન 3,29,721 28,441 પ્રાપ્ત નથી
બ્રિટન 3,01,455 45,961 પ્રાપ્ત નથી

 

બ્રાઝીલ: 90 હજારથી વધુ મોત

બુધવારે રાત્રે જાહેર થયેલા સત્તાવાર આંકડા પ્રમાણે બ્રાઝીલમાં 90188 લોકોના મોત થયા છે. શરૂઆતના તબક્કામાં કોરોના અંગે દરેક સ્તરે બેદરકારી રાખવામા આવી હતી જેના ગંભીર પરિણામ સામે આવી રહ્યા છે. દરરોજ હજારો ટેસ્ટ કરવામા આવી રહ્યા છે. બુધવારે અહીં 70 હજારથી વધુ કેસ નોંધાયા હતા. રાષ્ટ્રપતિ બોલસોનારો આજે કોરોના અંગે કોઇ જાહેરાત કરી શકે છે.

ચીન: 3 નવા કેસ સામે આવ્યા

ગુરૂવારે સવારે જાહેર થયેલા સરકારી નિવેદન પ્રમાણે, ચીનમાં ત્રણ નવા કેસ નોંધાયા છે. આ ત્રણેય લોકો બીજા દેશમાંથી ચીન પહોંચ્યા હતા. વિદેશથી આવેલા કુલ 2059 લોકો અત્યારસુધી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. નેશનલ હેલ્થ કમિશને આ માહિતી આપી હતી. ચીનની સરકાર ગુઆનડોંગ, યુન્નાન અને શાંક્શી રાજ્યો પર વધારે ફોકસ કરી રહીછે. આ ત્રણ રાજ્યોમાં ઇમ્પોર્ટેડ કેસ વધુ મળી રહ્યા છે.

અમેરિકા- દોઢ લાખથી વધુના મોત

અમેરિકામાં મોતનો આંકડો બુધવારે રાત્રે 1 લાખ 50 હજાર 159 થઇ ગયો હતો. હેલ્થ મિનિસ્ટ્રી અને કોરોના ટાસ્ક ફોર્સ તરફથી આ આંકડો જાહેર કરવામા આવ્યો હતો. કુલ સંક્રમિતોની સંખ્યા પણ 45 લાખથી વધુ થઇ ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સ્કૂલ અને કોલેજ ખોલવા અંગે રાજ્ય સરકારો સાથે વાત કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. તેના વિશે ગુરૂવાર સાંજ સુધી સત્તાવાર જાહેરાત કરવામા આવી શકે છે.

UAE: 375 નવા કેસ

સંયુક્ત અરબ અમીરાતમાં 375 નવા કેસ નોંધાયા હતા. કુલ કેસ 59921 થઇ ગયા છે. UAEના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસારે બુધવારે જણાવ્યું કે નવા દર્દીઓની હાલત સ્થિર છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. અત્યારસુધી 53202 સંક્રમિત સ્વસ્થ થઇ ચૂક્યા છે. બુધવારે કોઇનું પણ મૃત્યુ થયું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here