Saturday, September 25, 2021
Homeહેલ્થચેતવણી : કોવિડ થયાના આગામી 2 અઠવાડિયાંમાં હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ

ચેતવણી : કોવિડ થયાના આગામી 2 અઠવાડિયાંમાં હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ

જો તમે હજુ પણ કોરોના વેક્સિન નથી લીધી તો આ સમાચાર તમારે માટે એક ચેતવણી સમાન છે. કોવિડ થયાના આગામી 2 અઠવાડિયાંમાં હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ 3 ગણું છે. આ દાવો લેન્સેટ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રિસર્ચના પરિણામ જણાવે છે કે કોરોનાની વેક્સિન લેવી કેટલી જરૂરી છે. ખાસ કરીને એવા વૃદ્ધો માટે જેઓ પહેલાંથી જ હૃદય રોગના રિસ્ક ઝોનમાં છે.

86 હજારથી વધારે સંક્રમિતો પર સ્ટડી કરવામાં આવી

રિસર્ચ કરનાર સ્વીડનની ઉમિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, 1 ફેબ્રુઆરીથી 14 સપ્ટેમ્બર 2020 દરમિયાન સ્ટડી કરવામાં આવી. સ્ટડીમાં સામેલ કોરોનાના 86,742 દર્દી અને 3,48,481 સ્વસ્થ લોકોમાં હાર્ટ અટેક અને સ્ટ્રોકની સરખામણી કરવામાં આવી. તેમાં જોવા મળ્યું કે કોવિડના દર્દીઓમાં સંક્રમણના 15 દિવસની અંદર આ બીમારીઓનું જોખમ 3ગણું વધે છે.

બીમારી, ઉંમર અને જાતિ પણ રિસ્ક વધારે છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સંક્રમિત દર્દીમાં પહેલાંથી રહેલી બીમારીઓ, ઉંમર અને જાતિ પણ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. વૃદ્ધોને કોરોના થાય તો આ બીમારીઓનું જોખમ વધારે રહે છે.

સંશોધક ઓસ્વાલ્ડો ફોન્સેકાનું કહેવું છે કે, કોરોના દર્દીઓમાં હૃદય રોગ એક જટિલ સમસ્યા તરીકે મનાય છે. તેથી કોવિડ વેક્સિન લેવી તમામ લોકો માટે જરૂરી છે. સંશોધક કહે છે કે, સામાન્ય અને કોવિડ બંને ગ્રુપ પર થયેલી સ્ટડી કહે છે કે હૃદય રોગ સંક્રમણની સારવાર બાદ જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments