Saturday, September 25, 2021
Homeવૉરિયર્સને સન્માન : આ વર્ષે પદ્મ અવૉર્ડ માટે ડૉક્ટર-હેલ્થવર્કર્સનાં નામ મોકલવામાં આવશે
Array

વૉરિયર્સને સન્માન : આ વર્ષે પદ્મ અવૉર્ડ માટે ડૉક્ટર-હેલ્થવર્કર્સનાં નામ મોકલવામાં આવશે

દિલ્હી સરકારે આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે ડૉક્ટર્સ અને હેલ્થવર્કર્સનાં નામ મોકલવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ પગલું ભરી અમે તેમનો આભાર વ્યક્ત કરવા માગીએ છીએ. પદ્મ અવૉર્ડની ભલામણ માટે લોકો પાસેથી ડોકટરો અને આરોગ્યકર્મચારીઓનાં નામ મગાવવામાં આવ્યા છે. એના માટે લોકો 15 ઑગસ્ટ સુધી ઇમેલ આઇડી padmaawards.delhi@gmail.com પર નામ મોકલી શકે છે. નાયબ મુખ્યમંત્રીની નેતૃત્વની કમિટીમાં એક સ્ક્રીનિગ કમિટી પદ્મ અવૉર્ડ માટે મેળવવામાં આવેલાં નામોની ભલામણ પર અંતિમ નિર્ણય કરશે.

જણાવી દઇએ કે બીજી લહેરમાં દિલ્હીમાં ઑક્સિજનની અછતને કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી. હોસ્પિટલોમાં ઑક્સિજનની અછતને કારણે કોરાનાના દર્દીઓનાં મોતની ખબરો સામે આવી હતી. એવી સ્થિતિમાં ડૉક્ટર અને હેલ્થવર્કર્સ ઘણા દબાણ હતા. તેમણે મુશ્કેલ સ્થિતિમાં દિવસ-રાત કામ કરીને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કરેલો. તેમણે વધુમાં કહ્યું હતું કે જાહેર જનતાને કોરોનાથી બચાવવા માટે પોતાની ડ્યૂટીના સમયે ડૉક્ટર્સ અને હેલ્થવર્કર્સને જ સંક્રમણ લાગવાથી તેમનાં મોત પણ થયાં હતાં.

શું હોય છે પદ્મ પુરસ્કાર?
અલગ-અલગ ક્ષેત્રોમાં સારું કાર્ય કરનારી વ્યક્તિને દર વર્ષે પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે, જેમ કે કળા, સાહિત્ય અને શિક્ષણ, રમત, ચિકિત્સા, સામાજિક કાર્યો, વિજ્ઞાન, સાર્વજનિક બાબતો, નાગરિક સેવા અને વ્યાપાર તેમજ ઉદ્યોગ. આ પુરસ્કારો માટે આવેલાં નામો પદ્મ પુરસ્કાર સમિતિ સમક્ષ રાખવામાં આવે છે. પ્રધાનમંત્રી દર વર્ષે આ સમિતિનું ગઠન કરે છે. પદ્મ પુરસ્કારો માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, મંત્રાલય, ભારત સરકારના વિભાગ અને સાંસદ પણ ભલામણો મોકલી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments