Friday, March 29, 2024
Homeનાક અને મોઢાંને આયોડિનથી ધોઈએ તો 15 સેકન્ડમાં કોરોનાનો નાશ કરી શકીએ...
Array

નાક અને મોઢાંને આયોડિનથી ધોઈએ તો 15 સેકન્ડમાં કોરોનાનો નાશ કરી શકીએ છીએ, અહિ વાઈરસ રોકાઈ જશે તો ફેફસાં સુધી નહિ પહોંચે

- Advertisement -

અમેરિકન વૈજ્ઞાનિકોએ આયોડિનથી કોરોનાનો નાશ કરવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોઢાંને આયોડિનથી ધોવામાં આવે તો કોરોનાને રોકી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ વાત કહી છે. રિસર્ચ પ્રમાણે 0.5 ટકા કન્સ્ટ્રકશનવાળા આયોડિન સોલ્યુશનમાં જ્યારે કોરોનાને મુક્ત કરવામાં આવ્યો તો 15 સેકન્ડમાં વાઈરસનો નાશ થયો.

રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે. આવું કરીએ તો દર્દીને ગંભીર હાલતથી બચાવી શકીએ છીએ.

આયોડિન કેવી રીતે વાઈરસનો નાશ કરશે?

સંશોધકોએ જણાવ્યું કે, માણસના નાકમાં સૌથી વધારે ACE2 રિસેપ્ટર્સ હોય છે, જે કોરોનાનું સંક્રમણ ફેલાવવામાં મદદ કરે છે. મોટાભાગના કેસમાં વાઈરસની એન્ટ્રી નાક અને મોઢાંથી થાય છે. વાઈરસને રોકવા માટે ક્લિનિકલ ટ્રાયલમાં નાક અને મોઢાંની ચોખ્ખાઈ પર ફોકસ કરવામાં આવ્યું.

સંશોધકોએ આ સમજાવવા માટે આયોડિનના ત્રણ એન્ટિસેપ્ટિક સોલ્યુશન (PVP-I)તૈયાર કર્યું. તેમાં આયોડિનનું પ્રમાણ 0.5%, 1.25% અને 2.5% રાખવામાં આવ્યું. રિસર્ચમાં ખબર પડી કે 0.5%વાળા સોલ્યુશનમાં 15 સેકન્ડમાં વાઈરસ નષ્ટ થઇ ગયો.

આ ઉપરાંત અલગ-અલગ સોલ્યુશનમાં 70% ઈથેનોલ નાખીને 15 સેકન્ડ અને 30 સેકન્ડ પછી કોરોના પર અસર દેખાઈ. આ પ્રયોગમાં ઈથેનોલ કોરોનાને નાશ કરવામાં અસરકારક સાબિત ના થયા. જો કોરોનાને આયોડિનની સાથે રાખવામાં આવે છે તો વાઈરસનો નાશ કરવા 15 સેકન્ડ જ જરૂરી છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ડોક્ટરે દર્દીઓને આયોડિન સોલ્યુશનથી નાક ધોવાની યોગ્ય રીત કહેવી જોઈએ જેથી તેઓ ઉપયોગ કરી શકે. આવું કરવામાં આવે તો મોઢાં કે નાકથી કોરોનાના એરોસોલ કે ડ્રોપલેટ્સની મદદથી થતા સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular