અમદાવાદ : સી-પ્લેન માટે વોટર એરોડ્રામ, કંટ્રોલ રૂમ, ટિકિટ બારી તૈયાર, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનર મશીન પણ મુકાયાં

0
13

અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી પ્લેનનો 31 ઓક્ટોબરે પ્રારંભ થનાર છે, ત્યારે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં એરોડ્રામના સંચાલન માટે તૈયાર કરાયેલા બે માળના કંટ્રોલ રૂમની તૈયારીઓ પણ હવે અંતિમ તબક્કામાં છે. આ રૂમમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ટિકિટ બારીની સાથે આકસ્મિક સમયમાં જરૂરિયાત માટે મેડિકલ સાધનોથી સજ્જ મેડિકલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

એજ રીતે સી પ્લેનમાં મુસાફરી માટે આવતા પેસેન્જરોની તપાસ માટે ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (ડીએફએમડી) પણ લગાવવામાં આવ્યા છે. જેમાંથી તમામ પેસેન્જરોને ફરજિયાત પસાર થવું પડશે. ત્યારબાદ પેસેન્જરોના લગેજની તપાસ માટે રૂમમાં લગેજ સ્કેનિંગ એક્સરે મશીન પણ લગાવવામાં આવશે. વધુમાં વોટર એરોડ્રોમની સુરક્ષા માટે ત્યાં પોલીસ જવાનોની સાથે ખાનગી સિક્યોરિટી ગાર્ડ પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે નદીમાં સુરક્ષા માટે ફાયરના જવાનો દ્વારા એર બોટ અને સાદી બોટની મદદથી પણ સુરક્ષાની તપાસ કરવાની સાથે રિહર્સલ પણ યોજવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here