વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વક્રતા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું હતું અને વિવિધ ટીમો બનાવી ડોર ટુ ડોર ચેકિંગ સાથે દવાઓનો છંટકાવને કામગીરી હાથ ધરી હતી
વડોદરા શહેરમાં ચોમાસુ શરૂ થતા ની સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું હતું શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ તેમજ પાણીજન્ય રોગચાળો વકર્યો હતો પ્રતિદિન માત્ર કોર્પોરેશનના ચોપડે જ તાવના 400થી વધુ, ઝાડાના 80થી વધુ, મેલેરિયા ડેન્ગ્યુ અને વાયરલના કેસોનો રાફડો ફાટી નીકળ્યો હતો જેને લઇ હરકતમાં આવેલ કોર્પોરેશનના આરોગ્ય તંત્ર એ 264 ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી હતી જેમાં 22 હજારથી વધુ ઘરોના સર્વે દરમિયાન કોર્પોરેશનની ટીમોને 9971 ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા જેને પગલે કોર્પોરેશનની ટીમોએ ફોગિંગ, દવાઓનો છંટકાવ તેમજ ક્લોરોક્વીન ટેબલેટ વિતરણ કરી હતી
જોકે હાલમાં સરકારી દવાખાનાઓ અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે જેમાં ચેપી રોગની હોસ્પિટલ ખાતે પણ પ્રતિદિન 150 થી વધુ દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે અને તેમાં પણ સૌથી વધુ દર્દીઓ વાયરલ તાવ ઝાડા ના કેસ વધુ હોવાનું ચેપી રોગ હોસ્પિટલના ડોક્ટર પ્રિતેશ શાહ એ જણાવ્યું હતું.