ગાંધીનગરમા કોંગ્રેસની વિધાનસભા કુચ પર વોટર કેનનનો મારો, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કપડા ફાટ્યા

0
17

ગુજરાતમા કોંગ્રેસ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની ભરતીમા ગોટાળો અને મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર સહિતના મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસે આજે વિધાનસભા કુચનું એલાન આપ્યું હતું. જો કે પોલીસે આ કુચને મંજુરી આપી ન હતી. તેથી વહેલી સવારથી મોટી સંખ્યામાં અનેક સ્થળોએ પોલીસ ખડકી દેવામા આવી હતી. જેના પગલે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની આગેવાની વિધાનસભા કુચની શરૂઆત કરવામા આવી હતી. તેમજ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આગળ ઘપાવવામાં આવ્યો હતો.

જો કે પોલીસે આ રેલીને મંજુરી આપી ન હતી. તેના લીધે કોંગ્રેસના કાર્યકરોને રોકવા બળપ્રયોગ કર્યો હતો. તેમજ પોલીસે કોંગ્રેસના કાર્યકરોને વિખેરવા માટે આખરે વોટર કેનનનો સહારો લીધો હતો. જેમાં કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કપડા પણ ફાટી ગયા હતા. લાંબા સમય પછી ગાંધીનગરમાં આ પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસે અનેક મુદ્દાઓને લઈને રાજ્યમાં હલ્લાબોલ કરતા પાટનગરનું રાજકારણ ગરમાયું હતું.

કોંગ્રેસની વિધાનસભા કુચ પૂર્વે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એ સરકાર પર પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું હતું કે, ભાજપના રાજમા પ્રજા દુ:ખી અને ત્રસ્ત છે ગુજરાતમાં અંગ્રેજોને શરમાવે તેવું શાસન છે.

ગુજરાતમાં ભાજપના શાસનમાં સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ – ગોટાળા, ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓને લઈને કોંગ્રેસ પક્ષે વિધાનસભા કૂચનું આયોજન કર્યું હતું. જેમાં અંગ્રેજોને પણ શરમાવે એવી ભાજપ સરકારના જનતાના અવાજને દબાવવાના બેરહમીપૂર્વકના લાઠીચાર્જ અને દમનકારી પ્રયત્નો સામે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લડશે અને જનતાનો અવાજ બનતી રહેશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here