પાણી પાતાળમાં : પાણીની રૂપિયા 17 હજાર કરોડની વિવિધ 9થી વધારે યોજનાઓ છતાં લોકો ખાડામાં પાણી શોધી રહ્યા

0
5

‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યમાં 83 ટકા ઘરોને પોતાના ઘરઆંગણે જ પીવાનું પાણી મળતું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં પાણીની રૂપિયા 17 હજાર કરોડની વિવિધ 9થી વધારે યોજનાઓ છતાં કચ્છ, ડાંગ કે અમુક જિલ્લાઓમાં લોકો ખાડામાં પાણી શોધી રહ્યા છે એ હકીકત છે. જલ જીવન મિશન ડેશબોર્ડ પ્રમાણે, રાજ્યના 93 લાખ ઘરોમાંથી 77.28 લાખ ઘરોમાં નળથી ઘરઆંગણે પીવાનું પાણી મળે છે.

સોનગીરમાં કૂવો જંગલમાં હોવાથી મહિલાઓને હાલાકી
ગોવા, તેલંગાણા અને હરિયાણા પછી ગુજરાત નલ સે જલ યોજનામાં આગળના ક્રમે છે. ડાંગમાં 81 ટકા, કચ્છમાં 96 ટકા ઘરોમાં નળથી ઘરઆંગણે પીવાનું પાણી મળે છે એવો દાવો કરાય છે. જોકે ડાંગના 50થી વધુ ગામોમાં દર વર્ષે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. સોનગીર ગામમાં કૂવો જંગલમાં હોવાથી મહિલાઓએ સામૂહિક રીતે પાણી ભરવા જવું પડે છે. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાણીની વિવિધ યોજનાઓ પર વર્ષે અંદાજે રૂ. 15 હજાર કરોડનો ખર્ચ કરાય છે. સરદાર સરોવર યોજનામાં અત્યાર સુધી રૂ. 72 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રૂ. 15685 કરોડ તો લોનના વ્યાજ પેટે ખર્ચાયા છે. નલ સે જલ યોજનામાં દર વર્ષે પાણી પુરવઠા બોર્ડ દ્વારા 3 હજાર કરોડથી વધારે ખર્ચ કરાય છે.

ઊંડા ખાડામાં ઊતરીને પાણી ભરવા મજબૂર મહિલાઓ
ઊંડા ખાડામાં ઊતરીને પાણી ભરવા મજબૂર મહિલાઓ
  • રાજ્યમાં 83 ટકા ઘરોને ઘરઆંગણે પીવાનું પાણી મળી રહે છે એવો સરકારી દાવો
  • નલ સે જલ યોજના માટે દર વર્ષે રૂ. 3થી 4 હજાર કરોડ ખર્ચ કરવામાં આવે છે
  • સરદાર સરોવર યોજનામાં કુલ 72 હજાર કરોડ ખર્ચાયા, 15 હજાર કરોડ લોન વ્યાજ પેટે

કૂવામાં 20થી 25 ફૂટ ઉતરી પાણી ભરવું પડે
ઉનાળામાં તેઓનાં ગામમાં પાણીની ભારે તંગી વર્તાય છે. કૂવાઓ સુકાઈ જાય છે તેમજ કૂવામાં ઝરામાંથી ધીરે ધીરે પાણી એકઠું થતું હોવાથી કૂવામાં 20થી 25 ફૂટ ઉતરીને પાણી ભરવું પડે છે. – સીતાબેન, સ્થાનિક, બરડા ગામ

નર્મદા યોજનામાં વર્ષે રૂ. 7000 કરોડ, નલ સે જલ માટે 4000 કરોડની ફાળવણી

યોજના બજેટ હેતું
સૌની યોજનાનો ત્રીજો તબક્કો રૂ. 1071 કરોડ નર્મદાના પૂરમાં વહી જતા પાણીથી સૌરાષ્ટ્રનાં જળાશયો, તળાવો ભરવા
નલ સે જલ યોજના રૂ. 3974 કરોડ ગ્રામ્ય, શહેરી વિસ્તારોમાં દરેક ઘરે પૂરતું પાણી પહોંચાડવાની વ્યવસ્થા
નર્મદા યોજના રૂ. 7370 કરોડ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા પાણીની તંગીવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવું
અટલ ભૂજલ યોજના રૂ. 757 કરોડ ભૂગર્ભ જળને રિચાર્જ કરી પાણીના તળ ઊંચા આવે એ હેતું
જળસંચયના કામો માટે રૂ. 312 કરોડ જળસ્રોતોને પુન:જીવિત કરી જળસંગ્રહ ક્ષમતા વધારી પાણીદાર બનવું
સુજલાસ સુફલામ યોજના રૂ. 10 કરોડ નર્મદા, કડાણાના વધારાના પાણીથી ઉ. ગુજરાતના જળાશયો, તળાવો ભરવા
આદિજાતિ વિસ્તાર માટે રૂ. 1349 કરોડ આદિવાસી વિસ્તારોમાં પાણીને લગતી દરેક સમસ્યાનું નિરાકરણ કરવું
ભાડભૂત બેરેજ યોજના રૂ. 1453 કરોડ દરિયાના ખારા પાણી નર્મદામાં પ્રવેશતા અટકાવવા, મીઠા પાણીનું જળાશય
સૂક્ષ્મ સિંચાઇ રૂ. 679 કરોડ ડ્રીપ ઇરિગેશનનો વ્યાપ વધારવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here