સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, વાલોડ-માંગરોળમાં 5 ઇંચ

0
6

ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત અને તાપી જિલ્લામાં દેમાર વરસાદ ઝીંકાતા ખાસ કરીને ખાડીઓ છલકાઇ હતી. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વિતેલા 24 કલાકમાં સૌથી વધુ તાપીના વાલોડ તાલુકામાં ૫.૫ ઇંચ અને સુરતના માંગરોળ તાલુકામાં 5 ઇંચ સહિત તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. સુરત જિલ્લામાં કુલ 752 મિ.મિ એટલે સરેરાશ 3 ઇંચ વરસાદ વરસતા પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.

સુરત અને તાપીમાં દેમાર વરસાદ .

ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ રાજસ્થાન પર અપર એર સાયકલોનિક સિસ્ટમ બનતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઇ હતી.  આ આગાહી વચ્ચે શનિવારે દિવસના સામાન્ય વરસાદ બાદ રાત્રીના મેઘરાજા આક્રમક બનતા સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 582 મિ.મિ અને સરેરાશ 2.32 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે આજે દિવસના માંડવી, ઉમરપાડામાં 2 ઇંચ સહિત સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 170 મિ.મિ અને સરેરાશ 0.68 ઇંચ વરસાદ નોંધાયો હતો. વિતેલા 24 કલાકમાં કુલ 752 મિ.મિ અને સરેરાશ 3 ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. જેમાં સૌથી વધુ માંગરોળ તાલુકામાં 5 ઇંચ, માંડવીમાં 4.5 ઇંચ, મહુવામાં 4 ઇંચ તો સુરત શહેરમાં રાત્રે 1 ઇંચ અને દિવસના 0.5 ઇંચ મળી કુલ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.

જાણો કયા વિસ્તારોમાં કેટલા ઇંચ વરસાદ

તાપી જિલ્લામાં શનિવારે મોડી રાત્રે નિઝર અને કુકરમુંડાને તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓમાં જોરદાર વરસાદ વરસ્યો હતો અનેક સ્થળો પર પાણી ભરાયા હતા. વિતેલા ૨૪ કલાકમાં સૌથી વધુ વાલોડ તાલુકામાં .૫ ઇંચ, સોનગઢમાં ૪.૪ ઇંચ સહિત સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી. રાત્રે ૧૨થી ૨ વાગ્યા સુધીના ૨ કલાકમાં વ્યારામાં ૩ ઇંચ, વાલોડમાં ૨ ઇંચ તો સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં ૧-૧ ઇંચ વરસાદ પડયો હતો ત્યાર બાદના બે કલાકમાં વાલોડમાં ૨ ઇેંચથી વધુ, ડોલવણમાં ૨ ઇંચ તો સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં ૧-૧ઇંચ પાણી પડયું હતું. નવસારી જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here