Wednesday, September 22, 2021
Homeવૉટરપ્રૂફ સ્માર્ટવોચ : સ્માર્ટવોચ જે પાણીમાં પડ્યા બાદ પણ ખરાબ થતી નથી
Array

વૉટરપ્રૂફ સ્માર્ટવોચ : સ્માર્ટવોચ જે પાણીમાં પડ્યા બાદ પણ ખરાબ થતી નથી

વરસાદની સિઝન શરૂ થતાં મોબાઈલ અને સ્માર્ટવોચ સહિતના ગેજેટ્સની સાવચેતી કરવી જરૂરી બની જાય છે. માર્કેટમાં તમને એવી ઘણી સ્માર્ટવોચ મળશે જે પાણીમાં પડ્યા બાદ પણ ખરાબ થતી નથી. સાથે જ તેમાં સ્લીપ મોનિટર, કેલરી કાઉન્ટ, હાર્ટ રેટ મોનિટરિંગ સહિતનાં હેલ્થ ફીચર પણ મળે છે. તેમાં બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન લેવલ માટે SPO2 સેન્સર પણ મળે છે. તો આવો જાણીએ આ સ્માર્ટવોચનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ…

1. જિયોની સ્ટાઈલફિટ GSW6

આ સ્માર્ટવોચની કિંમત 2999 રૂપિયા છે. તે 1.5 મીટર સુધી ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી ડુબેલી રહે તો પણ ખરાબ થતી નથી. ભારે વરસાદની પણ વોચ પર અસર થતી નથી. તે બિલ્ટ ઈન માઈક અને સ્પીકર સાથેની સસ્તી વોચ છે. તેમાં બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન લેવલ, સ્લીપ મોનિટર, કેલરી કાઉન્ટ, હાર્ટ રરે મોનિટર સહિતનાં હેલ્થ ફીચર મળે છે. તેમાં 220mAhની પોલિમીર લિથિયમ બેટરી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તે 15 દિવસનો સ્ટેન્ડ બાય ટાઈમ અને 5 દિવસનું યુસેઝ બેકઅપ આપે છે.

2. જિયોની સ્ટાઈલફિટ GSW8

આ વોચની કિંમત 3499 રૂપિયા છે. આ સ્માર્ટવોચ પણ યુનિક હેલ્થ અને ફિટનેસ ફીચર્ચથી સજ્જ છે. તે સ્લીપ અને હાર્ટ રેટ મોનિટરિંગ, મંથલી પીરિયડ ટ્રેકર, પેડોમીટર, કેલરી કાઉન્ટ સહિતના ફીચર સપોર્ટ કરે છે. વોચમાં આઉટડોર રન અને વોક, ઈન્ડોર રન અને વોક, આઉટડોર સાઈકલિંગ, રોઈંગ મશીન જેવાં મલ્ટિ સ્પોર્ટ્સ મોડ મળે છે. સ્માર્ટવોચથી કોલ અટેન્ડ પણ કરી શકાય છે. આ વોચ વૉટરપ્રૂફ છે.

3. બૉટ સ્ટોર્મ

આ સ્માર્ટવોચની કિંમત આશરે 2500 રૂપિયા છે. આ વોચ 50 ATM અર્થાત 50 મીટર ઊંડા પાણીમાં પણ કામ કરે છે. વૉટરપ્રૂફ હોવાને કારણે તે પહેરીની સ્વીમિંગ પણ કરી શકાય છે. તેમાં 9 સ્પોર્ટ્સ મોડ મળે છે. તેનાથી કોલ, નોટિફિકેશન ટેક્સ્ટ,અલાર્મ અને રિમાઈન્ડર મેનેજ કરી શકાય છે. આ સ્માર્ટવોચ હાર્ટ અને સ્લીપ સાથે ઓક્સિજન લેવલ પણ મોનિટર કરે છે.

4. નોઈઝ કલર ફિટ પ્રો 2

તેની કિંમત 2999 રૂપિયા છે. તેને IP68 વૉટરપ્રૂફ રેટિંગ મળ્યું છે. આ વોચ પાણીમાં મેક્સિમમ 1.5 મીટર સુધી 30 મિનિટ સુધી ડુબેલી રહે તો પણ ખરાબ થતી નથી. આ વોચમાં 1.3 ઈંચની ટચસ્ક્રીન મળે છે. હેલ્થ અને ડેઈલી એક્ટિવિટી ટ્રેક કરવા માટે તેમાં 9 મોડ મળે છે. વોચથી ફોન કોલ્સ, મેસેજ, નોટિફિકેશન અને મ્યુઝિક કન્ટ્રોલ કરી શકાય છે. આ સ્માર્ટ વોચમાં રનિંગ, યોગા સહિતનાં મોડ મળે છે. આ સિવાય તે સ્લીપ અને હાર્ટરેટ પણ મોનિટર કરે છે.

5. વનપ્લસ સ્માર્ટ બેન્ડ

વનપ્લસના આ બેન્ડને IP68 રેટિંગ મળેલું છે. તેની કિંમત 2499 રૂપિયા છે. આ બેન્ડ iOS સાથે એન્ડ્રોઈડ ડિવાઈસ પર પણ કમ્પેટિબલ છે. તે હાર્ટ રેટ અને ઓક્સિજન લેવલ મોનિટર કરે છે. તેમાં 13 પ્રકારના વર્કઆઉટ મોડ મળે છે. કંપનીનો દાવો છે કે વોચ 14 દિવસનું બેકઅપ આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments