ICC વર્લ્ડકપમાં મેજબાન ઇંગ્લેન્ડના હાથે 31 રનથી મળેલી હાર બાદ રોહિત શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે વિરાટ કોહલીના આઉટ થવા પર ઋષભ પંતને નંબર ચાર પર જોઇને શું તમને હેરાની થઇ નથી. તો એમને પોતાના જવાબમાં સૌની બોલતી બંધ કરી દીધી.
ઇંગ્લેન્ડની વિરુદ્ધ રવિવારે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ઋષભ પંતનું સામેલ થવું ફેન્સ વચ્ચે ખૂબ જ ચર્ચિત રહ્યું. અંતે આ યુવા ક્રિકેટરનો વર્લ્ડકપમાં પદાર્પણ કરવાની તક મળી ગઇ. એને 29 બોલમાં 32 રનોની ઇનિંન્ગરમી.
ટીમ ઇન્ડિયા 338 રનોના લક્ષ્યને પાથળ કરવામાં નિષ્ફળ રહી. એને ટૂર્નામેન્ટમાં પોતાની 7 મેચોમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ પંતે પોતાના વર્લ્ડકપમાં ડેબ્યૂ મેચમાં દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. એને ક્રિકેટની દુનિયાને કેટલાક ટ્રેડમાર્ક શોર્ટ્સ જરૂરથી દેખાડ્યા, જેના માટે એ જાણીતો છે.
ઋષભ પંતને ઇંગ્લેન્ડની વિરુદ્ધ મેચમાં ઇજાગ્રસ્ત વિજય શંકરની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતે બે મેચોમાં શંકરને નંબર 4 પર અજમાવ્યો હતો, પરંતુ આ ઑલરાઉન્ડર અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ 29 અને 14ના સ્કોરથી પ્રભાવિત કરી શક્યું નહીં.
બીજી બાજુ પંતે પોતાના બેટથી પ્રભાવ છોડ્યો. તે વિરાટ કોહલીના આઉટ થયા બાદ ક્રીઝ પર આવ્યો. જ્યારે ભારત સંઘર્ષ કરી રહ્યું હતું.
રોહિતને મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પંચ માટે પૂછવામાં આવ્યું કે શું એ ઋષભ પંતને હાર્દિક પંડ્યાની આગળ નંબર 4 પર બેટિંગ માટે ઊતરતા જોઇને હેરાન ના થયો…? પંતે તો વર્લ્ડકપમાં આ પહેલા એક પણ મેચ રમી નથી, જ્યારે હાર્દિક પંડ્યા ફોર્મમાં ચાલી રહ્યો હતો…ભારતીય ઉપકેપ્ટનને પત્રકારના આ પ્રશ્નનો શાનદાર જવાબ આપ્યોરોહિતે મજાકમાં કહ્યું, ‘વાસ્તવમાં મને કોઇ નવાઇ લાગી નથી, કારણ કે તમે બધા ઇચ્છતા હતા કે ઋષભ પંત રમે. જ્યારે અમે વર્લ્ડકપ રમવા નિકળ્યા ત્યારથી તમે લોકો પૂછી રહ્યા હતા કે ઋષભ પંત.. ઋષભ પંત ક્યાં છે…? અને તે નંબર 4 પર છે. .