Monday, September 20, 2021
HomeWC 2019 / ENG vs NZ Final: મૅચ ટાઈ, સુપર ઓવર ટાઇ...
Array

WC 2019 / ENG vs NZ Final: મૅચ ટાઈ, સુપર ઓવર ટાઇ અને આખરે 44 વર્ષે ઇંગ્લેન્ડ બન્યું વર્લ્ડ ચેમ્પિયન

  • વનડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર સુપર ઓવરમાં પણ ટાઈ, છેવટે બાઉન્દ્રીના આધારે કોઈ ટીમ ચેમ્પિયન બની
  • ઇંગ્લેન્ડે ઇનિંગ્સ દરમિયાન (26 બાઉન્ડરી) કિવિઝ કરતા 9 બાઉન્દ્રી વધુ ફટકારતાં ચેમ્પિયન બન્યું
  • ટૂર્નામેન્ટમાં 578 રન અને શાનદાર સ્પોર્ટ્સમેનશીપ બદલ કેન વિલિયમ્સન મેન ઓફ ધ સિરીઝ બન્યો
  • કિવિઝે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 241 રન કર્યા, જવાબમાં ઇંગ્લેન્ડ 50 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ 
  • સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે સુપરઓવરમાં ટાઈ પડતા ઇંગ્લેન્ડ પહેલી વાર ચેમ્પિયન બન્યું છે. ક્રિકેટની શોધ કરનાર ઇંગ્લેન્ડે વનડે વર્લ્ડકપના 43માં વર્ષે અને ટૂર્નામેન્ટની 12મી આવૃત્તિમાં વિજેતા બન્યું છે. બીજી તરફ કિવિઝ સતત બીજા વર્લ્ડ કપમાં રનરઅપ બન્યું છે. મેચમાં ટાઈ પડી હતી અને તે પછી સુપરઓવરમાં પણ ટાઈ પડતા બાઉન્દ્રીના આધારે ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે મેચમાં 24 જયારે કિવિઝે 15 બાઉન્દ્રી ફટકારી હતી. 242 રનનો પીછો કરતાં 86 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી બેન સ્ટોક્સ અને જોસ બટલરની 110 રનની ભાગીદારીએ ઇંગ્લિશ ટીમને ટાઇટલ જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

    મેચ ટાઈ અને સુપર ઓવર બંનેમાં ટાઈ: 242 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થયું હતું. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 1 ઓવરમાં વિના વિકેટ ગુમાવી 15 રન કર્યા હતા. જવાબમાં કિવિઝે પણ 15 રન જ કર્યા હતા. તે પછી બાઉન્દ્રીના આધારે ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે મેચમાં 26 જયારે કિવિઝે 17 બાઉન્દ્રી ફટકારી હતી.

    સુપરઓવરમાં ઇંગ્લેન્ડની બેટિંગ:

    પહેલો બોલ સ્ટોક્સે 3 રન લીધા
    બીજો બોલ બટલરે 1 રન લીધો
    ત્રીજો બોલ સ્ટોક્સે ચોક્કો માર્યો
    ચોથો બોલ સ્ટોક્સે 1 રન લીધો
    પાંચમો બોલ બટલરે 2 રન લીધા
    છઠો બોલ બટલરે ચોક્કો માર્યો

    સુપરઓવરમાં ન્યૂઝીલેન્ડની બેટિંગ:

    પહેલો બોલ વાઈડ
    પહેલો બોલ નીશમે 2 રન લીધા
    બીજો બોલ નીશમે છગ્ગો માર્યો
    ત્રીજો બોલ નીશમે 2 રન લીધા
    ચોથો બોલ નીશમે 2 રન લીધા
    પાંચમો બોલ નીશમે 1 રન લીધો
    છઠો બોલ ગુપ્ટિલે 1 રન લીધો

    વનડે વર્લ્ડકપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ:

    • 1992 – માર્ટિન ક્રોવ
    • 1996 – સનથ જયસૂર્યા
    • 1999 – લાન્સ ક્લુઝનર
    • 2003 – સચિન તેંડુલકર
    • 2007 – ગ્લેન મેક્ગ્રાથ
    • 2011 – યુવરાજ સિંહ
    • 2015 – મિચેલ સ્ટાર્ક
    • 2019 – કેન વિલિયમ્સન
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments